AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જામફળની ઓર્ગેનિક ખેતીથી ખેડૂત બન્યો માલામાલ !
જૈવિક ખેતી1st ભારત ન્યુઝ
જામફળની ઓર્ગેનિક ખેતીથી ખેડૂત બન્યો માલામાલ !
👉 બનાસકાંઠામાં ખેડૂતો ઓર્ગેનીક ખેતી તરફ વળ્યા 👉 ડેઢાગામે ખેડૂતે કરી જામફળની સફળ ખેતી 👉 પાણીની વિકટ સમસ્યા સામે સફળ ઓર્ગેનીક ખેતી 👉 ખેડૂત ટપક સિંચાઈ પદ્ધતિથી કરી રહ્યા છે ખેતી 👉 બનાસકાંઠામાં હવે ઓર્ગેનિક ખેતીનો કોન્સેપ્ટ અપનાવી ખેડૂતો સફળ ખેતી કરી રહ્યા છે. ધાનેરા તાલુકાના ડેઢાગામે ખેડૂત દંપતીએ ઓછા પાણીએ છત્તીસગઢથી જામફળનું બિયારણ લાવી સફળ બાગાયત ખેતી કરી છે. બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો પોકાર સર્જાય છે પરંતુ સરહદીય ધાનેરા તાલુકાના ખેડૂતે પાણીની વિકટ સમસ્યાઓ સામે બાથ ભીડી અને ઓછા પાણીએ બાગાયત ખેતીની સફળ શરૂઆત કરી છે. ડેઢા ગામના નરસિંહભાઇ પટેલ તેમજ મફીબહેને પોતાના ખેતરમાં 530 જેટલા જામફળના છોડનું વાવેતર કરી મબલખ ઉપજ મેળવી રહ્યા છે. 👉 નરસીભાઇના એન્જિનિયર પુત્રએ સોશિયલ મીડિયા મારફતે જામફળની ખેતીની સંપૂર્ણ માહિતી મેળવી છત્તીસગઢ રાજ્યમાંથી બરખા નામના જાતવાળા જામફળ વિશે જાણકારી લઇ બરખા નામના જામફળનું પોતાના ખેતરમાં વાવેતર કર્યુ. જોકે પાણીની સમસ્યાના કારણે ફળની આવક તો ઓછી થઈ રહી છે પરંતુ જામફળના કદ અને દેખાવ મોટા પ્રમાણમાં હોવાથી માર્કેટ ભાવ મળી રહે છે. થોડાક અને ઓછી માત્રામાં પાણીથી બાગાયત ખેતી કેવી રીતે કરી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ નરસિંહભાઈએ પૂરું પાડ્યું છે. 👉 દેશી ગાયના છાણ અને મુત્રનો ઉપયોગ કરી જામફળની ઓર્ગેનીક ખેતી કરતા ખેડૂત નરસિંહભાઈના ખેતરમાં સિંચાઈના પાણીની કોઇ વ્યવસ્થા નથી પરંતુ પાણીના ટેન્કર મંગાવીને ટપક સિંચાઈ પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. નરસિંહભાઈએ આ વર્ષે જામફળના સારા ભાવ મળશે તેવી આશા વ્યક્ત કરી હતી. ખેડૂત ની જુબાની : https://youtu.be/hwgvO2zKDCY 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ: 1st ભારત ન્યુઝ. 👉આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
29
5