AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જાન્યુઆરી માસમાં શાકભાજી પાકોમાં માવજત !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
જાન્યુઆરી માસમાં શાકભાજી પાકોમાં માવજત !
🛡️ 1 કોબીજ/ફલાવર: જીવાણુથી થતો કાળો કોહવારો અટકાવવા રોગની શુઆત થાય ત્યારે સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ 1 ગ્રામ + કોપર ઓકઝીકલોરાઈડ 50 વે.પા. 20 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. 🌶️ 2.મરચી: થ્રીપ્સનાં ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મિજનો ભૂકો 500 ગ્રામ (5 % અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક 20 મિ.લી. (1 ઈસી) થી 40 મિ.લી. ( 0.15 ઈસી) 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા ઈન્ડોકઝાકાર્બ 14.5 % + એસીટામીપ્રીડ 7.7 % એસસી 10 મિ.લી. અથવા થાયામેથોકઝામ 12.6 % + લેમડાસાયહેલોથ્રીન 9.5 % ઝેડસી 3 મિ.લી અથવા સ્પીનોસાડ 45 એસસી 4 મિ.લી.અથવા ફ્રીપ્રોનિલ 5 એસસી 20 મિ.લી.10લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. 🍅 3.ટામેટા: આગોતરા સુકારાના નિયંત્રણ માટે મેન્કોઝેબ ૭૫ વે.પા. ૨૭ ગ્રામ અથવા કલોરોથેલોનીલ 75 વે.પા. 27 ગ્રામ 10 લીટર પાણીમાં ઓગાળી જરૂરીયાત મુજબ છંટકાવ કરવા. 🥔 4.બટાકા: સુકારાના નિયંત્રણ માટે પ્રોપીકોનાઝોલ 10 મિ.લી. અથવા પ્રોપીનેબ 15 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીના છંટકાવ કરવો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
9
1
અન્ય લેખો