કૃષિ વાર્તાTV 9 ગુજરાતી
જાણ્યું તમે ? ખાતર પર સબસિડીનો લાભ ખેડૂતોને કેવી રીતે મળશે !
🌾 હવે રવિ પાકની વાવણી શરૂ થવાની છે. ખેડૂતોએ સિંચાઈથી લઈને અનુકૂળ વાતાવરણનું ધ્યાન રાખવું પડે છે.તો ખેડૂતોની પરાધીનતા સારા અને ઉચ્ચ ગ્રેડના ઉત્પાદન માટે ખાતરો ઉપર પણ હોય છે. આ સ્થિતિમાં ખેડૂતો ખાતરના ભાવને લઈને ખૂબ ચિંતિત છે. તાજેતરમાં સરકારે ડીએપી પર સબસિડી વધારીને ખેડૂતોને રાહત આપી છે. જો સરકારે સબસિડીમાં વધારો કર્યો ન હોત તો ખેડૂતોને ડીએપી માટે વધુ ખર્ચ કરવો પડત.
🌾 પહેલા 50 કિલો ડીએપીના પેકેટની કિંમત 2411 રૂપિયા હતી. તેમાંથી સરકાર 1211 રૂપિયા સબસિડી તરીકે આપતી હતી અને ખેડૂતોને 1200 રૂપિયામાં ડીએપી મળશે. છેલ્લા દિવસો પર નજર કરીએ તો ડીએપીની કિંમત વધીને 2850 રૂપિયા થઈ ગઈ છે. આવી સ્થિતિમાં જ્યારે ખેડૂતોના ખિસ્સા પર બોજ વધવા લાગ્યો ત્યારે આ જોતા સરકારે સબસિડીના નાણાં વધારવાનો નિર્ણય કર્યો.
🌾 સરકારે સબસિડીની રકમ 1211 રૂપિયાથી વધારીને 1650 રૂપિયા કરી દીધી છે. જે અંતર્ગત ખેડૂતોને ડીએપી ખરીદવા માટે વધારે પૈસા ખર્ચવા પડ્યા નથી. તેમને માત્ર 1200 રૂપિયામાં 50 કિલોનું પેકેટ સરળતાથી મળી રહ્યું છે.
🌾 આંતરરાષ્ટ્રીય બજારોમાં ભાવ વધવાને કારણે ખાતરની આયાત ઘટી છે. આ જ કારણ છે કે વર્તમાન સમયે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતમાં આયાતી ડીએપીની કિંમત આ વખતે 675 થી 680 ડોલર પ્રતિ ટન સુધી પહોંચી ગઈ છે. જ્યારે ગયા વર્ષે આ સમયે ખાતરનો ભાવ 370 ડોલર હતો.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : TV 9 ગુજરાતી.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.