એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જાણો, સોયાબીનમાં કઇ કઇ જીવાતનો હુમલો ક્યારે ક્યારે થઇ શકે?
સોયાબીન ઉગાતાની સાથે થડની માખીનો ઉપદ્રવ આવી શકે છે. પાક ૧૫ થી ૨૦ દિવસનો થશે ત્યારે વિવિધ પાન ખાનાર ઇયળો (લશ્કરી ઇયળ કે કાતરા) અને પાનના ચાંચવાથી નુકસાન થઇ શકે છે અને જો યોગ્ય પગલાં લેવામાં ન આવે તો છોડના થડ સિવાય બધો જ ભાગ ખવાઇ જશે અને પાક નિષ્ફળ જશે. ગર્ડલ બીટલ કે જે ખેડૂતો રીંગ કટરના નામે ઓળખે છે તે સામાન્ય રીતે ફૂલ આવવાની અવસ્થાએ આવી શકે છે. આ જીવાતથી છોડવા ઢળી પડતા હોય છે. ચૂંસિયા જીવાતો જેવી કે થ્રીપ્સ, લીલા તડતડિયાં કે પછી પાન કથીરી પાકની ગમે તે અવસ્થાએ અનૂકુળ વાતાવરણ મળતા ઉપદ્રવ આવી શકે છે. આમ, પાકની વાવણી થી કાપણી સુધી સતર્ક રહેવું અને યથાયોગ્ય પાક સંરક્ષણના પગલાં લેવા. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
8
5
અન્ય લેખો