યોજના અને સબસીડીગુજરાતી વેબદુનિયા
જાણો શુ છે સુકન્યા સમૃદ્ધિ યોજના - કેવી રીતે લેશો તેનો લાભ !
કેન્દ્ર સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરૂઆત કરી છે.સુકન્યા સમૃદ્ધિ યોજનાનો ઉદ્દેશ્ય પુત્રીઓના અભ્યાસ અને તેમના લગ્ન પર આવનારા ખર્ચને સહેલાઈથી પુરો કરવાનો છે. યોજના હેઠળ પુત્રીના અભ્યાસ અને લગ્ન માટે પોસ્ટ ઓફિસ પાસે સુકન્યા સમૃદ્ધિ યોજના નુ એકાઉન્ટ ખોલાવી શકાય છે.
- સુકન્યા સમૃદ્ધિ યોજના એકાઉન્ટમાં પુત્રીના નામથી એક વર્ષમાં 1 હજારથી લઈને 1 લાખ પચાસ હજાર રૂપિયા જમા કરાવી શકો છો.
- આ પૈસા એકાઉન્ટ ખોલવાના 14 વર્ષ સુધી જ જમા કરાવવા પડશે અને આ ખાતુ પુત્રીના 21 વર્ષના થવા પર જ મેચ્યોર થશે.
- યોજનાના નિયમો હેઠળ પુત્રી 18 વર્ષની થતા અડધા રૂપિયા ઉપાડી શકાય.
- 21 વર્ષ પછી એકાઉન્ટ બંધ થઈ જશે અને રૂપિયા પાલકને મળી જશે.
- જો પુત્રીના 18થી 21 વર્ષની વચ્ચે લગ્ન થઈ જાય છે તો એકાઉન્ટ એ સમયે જ બંધ થઈ જશે.
- એકાઉન્ટમાં જો પેમેંટ લેટ થયુ તો ફક્ત 50 રૂપિયાની પેનલ્ટી લગાવવામાં આવશે.
- પોસ્ટ ઓફિસ ઉપરાંત અનેક સરકારી અને ખાનગી બેંક પણ આ યોજના હેઠળ ખાતુ ખોલી રહી છે.
- સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતા પર ઈન્ક્મટેક્સ કાયદાની ધારા 80-જી હેઠળ છૂટ આપવામાં આવશે.
- પાલક પોતાની બે પુત્રીઓ માટે બે એકાઉન્ટ પણ ખોલી શકે છે.
- જોડિયા હોય તો તેનુ પ્રૂફ આપીને જ પાલક ત્રીજુ ખાતુ ખોલી શકશે. પાલક ખાતાને ક્યાય પણ ટ્રાંસફર કરાવી શકશે.
જરૂરી ડોક્યુમેન્ટ :
- બાળકીનુ જન્મ પ્રમાણપત્ર
- એડ્રેસ પ્રુફ
- આઈડી પ્રુફ
વિડીયો મારફતે માહિતી જાણવા માટે ક્લિક કરો https://youtu.be/_gndiBGofBw
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : ગુજરાતી વેબદુનિયા.
આવી શાનદાર ઉપયોગી માહિતી ને લાઈક કરો અને તમારું મંતવ્ય નીચે કોમેન્ટમાં જણાવો અને અન્ય મિત્રો ને શેર કરો.