કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
જાણો શું છે નકલી ડીએપી ઓળખવાની રીત !!
👱♂️ખેડૂતોએ ખાતરને ઓળખતા શીખવું જોઈએ જેથી કરીને તેઓ છેતરપિંડીથી બચી શકે.પાણીમાં ઓગળેલા ખાતરની સ્થિતિ અનુસાર સાચા અને ખોટા ખાતરનો તફાવત કરી શકાય છે, વાસ્તવિક ખાતર પાણીમાં સરળતાથી ઓગળી જાય છે.
👉ડીએપી અસલી છે કે નકલી તે બે સરળ રીતે ઓળખી શકાય છે.
પહેલી રીત - હાથમાં થોડા ડીએપીના દાણા લઈને તેને તમાકુની જેમ તેમા ચુનો ભેળવીને મસળો, જો તેમાંથી તીવ્ર ગંધ આવે અને સુંઘવુ મુશ્કેલ થઈ જાય, તો માની લો કે આ ડીએપી અસલી છે.
બીજી રીત - જો આપણે કેટલાક ડીએપીના દાણાને ધીમી આંચ પર ગરમ કરીએ, જો આ દાણા ફૂલી જાય તો આ ડીએપી અસલી છે.
👉અસલી ડીએપી ને ઓળખવાના મુખ્ય મુદ્દા
👉ડીએપી ની અસલી ઓળખ એ છે કે દાણા સખત હોય છે અને નખ વડે સરળતાથી તૂટતા નથી, આ દાણા કાળા અને ભૂરા રંગના હોય છે.ગરમ થતા ડીએપીના દાણા ફૂલી જાય છે
👉યુરિયાના દાણા સફેદ, ચળકતા અને કદમાં લગભગ સમાન હોય છે, તે ચારે બાજુથી પાણીમાં ઓગળી જાય છે, તેના દ્રાવણને સ્પર્શ કરવાથી તે ઠંડા લાગે છે.
👉અસલી સુપરને ઓળખવા માટે, તેના દાણાને ગરમ કરો, જો તે ફૂલી ન જાય તો તે અસલી સુપર ફોસ્ફેટ છે.
👉પાકની વાવણી માટે, ખાતર, બિયારણ અને દવા ત્યાંથી ખરીદવી જોઈએ જે રજિસ્ટર્ડ હોય અને લાઇસન્સ ધરાવતા વિક્રેતા હોય કે જેઓ ગામ કે બજારમાં કોઈપણ ટ્રેક્ટર ટ્રોલી પીકઅપ અથવા બાઇક પર વેચતા હોય તેમની પાસેથી જ ખરીદવું જોઈએ અને ખાતર ખરીદતી વખતે તેનું રજીસ્ટ્રેશન જરૂરથી ચેક કરવું જોઈએ.
સંદર્ભ :- એગ્રોસ્ટાર
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.