સમાચારન્યુઝ 18 ગુજરાતી
જાણો શું છે ઈ- શ્રમ કાર્ડ ❓ કરોડો લોકોએ બનાવ્યું અને તમે ?
💳 યોજનાનો લાભ ઉઠાવવા માટે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને ઇ-શ્રમની ઓફિશ્યલ વેબસાઇટ eshram.gov.in પર જઇને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન બાદ ઈ-શ્રમ કાર્ડ મળી જશે. અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનારા કોઇ પણ ભારતીય નાગરિક જેની ઉંમર 16થી 59 વર્ષની વચ્ચે છે, તેઓ પણ આ યોજનામાં રજીસ્ટર થઇ શકે છે.
💳 કોને મળી શકે છે ઇ-શ્રમ કાર્ડ? અસંગઠિત ક્ષેત્રની શ્રેણીમાં દુકાનના નોકર/સેલ્સમેન/હેલ્પર, ઓટો ચાલક, ડ્રાઇવર, પંચર બનાવનાર, ગોવાળ, ડેરી વાળા, તમામ પશુ પાલકો, પેપર હોકર, ઝોમેટો અને સ્વિગીના ડિલીવરી બોય, અમેઝોન-ફ્લિપકાર્ડ બોય અને ઇંટોની ભઠ્ઠી પર કામ કરનાર મજૂર વગેરેનો સમાવેશ થાય છે.
💳 ઇ-શ્રમ કાર્ડના ફાયદાઓ: જો અસંગઠિત ક્ષેત્રના કામદારો ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલા હોય તો તેમને 2 લાખ રૂપિયાનું અકસ્માત વીમા કવચ મળે છે. આનો અર્થ એ છે કે જો કામદાર અકસ્માતનો શિકાર બને છે, તો મૃત્યુ અથવા અપંગતાની સ્થિતિમાં, તેને 2 લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે. જો મજૂર આંશિક રીતે વિકલાંગ છે, તો તેને આ યોજના હેઠળ એક લાખ રૂપિયા મળશે. આ ઉપરાંત ઈ-શ્રમ કાર્ડ ધરાવતા અસંગઠિત ક્ષેત્રના કામદારોને પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના, સ્વરોજગાર માટે રાષ્ટ્રીય પેન્શન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, જાહેર વિતરણ વ્યવસ્થા, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, રાષ્ટ્રીય સામાજિક સહાય યોજના, આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના, પ્રધાનમંત્રી રોજગાર સર્જન યોજનાઓનો લાભ મળશે.
💳 ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજો: પોર્ટલ પર ઓનલાઈન નોંધણી માટે જરૂરી દસ્તાવેજોમાં આધાર કાર્ડ, પાન કાર્ડ અને બેંક એકાઉન્ટનો સમાવેશ થાય છે. આ માટે પાસપોર્ટ સાઇઝનો ફોટો અને મોબાઇલ નંબર પણ જરૂરી છે. મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરવો જરૂરી છે.
💳 કઇ રીતે કરવી ઓનલાઇન અરજી?
- સૌપ્રથમ ઓફિશ્યલ પોર્ટલ eshram.gov.in પર જાઓ.
- હોમ પેજ પર રજીસ્ટર ઓન ઇ-શ્રમ ઓપ્શન પર ક્લિક કરો.
- નવું પેજ ઓપન થશે. તેમાં તમામ જાણકારી દાખલ કરો.
- ત્યાર બાદ તમારા આધાર કાર્ડ સાથે લિંક મોબાઇલ નંબર પર એક ઓટીપી આવશે. તે એન્ટર કરો.
- હવે જે રજીસ્ટ્રેશન ફોર્મ આવે તેમાં વિગતો ભરો.
- માંગેલા તમામ દસ્તાવેજો અપલોડ કરો.
- ત્યાર બાદ એક વખત તમામ જાણકારી ચેક કરી લો અને તેને સબમિટ કરી દો.
- રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમને એક 10 આંકડાનું ઇ-શ્રમ કાર્ડ મળી જશે.
સંદર્ભ : ન્યુઝ 18 ગુજરાતી,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.