સમાચારTV 9 ગુજરાતી
જાણો શા માટે 7.24 લાખ ખેડૂતોને અરજી કરવા છતા નાણાં નથી મળ્યા ?
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેન્દ્ર સરકારે ઓગસ્ટથી નવેમ્બર સુધી 10,40,28,677 ખેડૂતોના બેંક ખાતામાં 2-2 હજાર રૂપિયા મોકલ્યા છે. હવે 10 મો હપ્તો મોકલવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તે 10 થી 15 ડિસેમ્બરની વચ્ચે આપવામાં આવશે.
💫33 મહિનામાં 1.58 લાખ કરોડ રૂપિયાનો ફાયદો
કેટલાક લોકો એવા છે જેમને અરજી કરવા છતાં પૈસા મળ્યા નથી. કારણ કે તેમના રેકોર્ડમાં કેટલીક ભૂલ છે. આવું એટલા માટે થાય છે કારણ કે તમારા દસ્તાવેજોમાં માહિતી અલગ અલગ છે અથવા તમે કાળજી પૂર્વક ફોર્મ ભર્યું નથી.
💫આ બાબતોનું ધ્યાન રાખો: યોજના હેઠળ ઓનલાઈન અરજી કરતી વખતે ફોર્મ સંપૂર્ણપણે ભરો અને તેમાં માહિતી સાચી છે તે ચકાસો. તેમાં, બેંક ખાતાની માહિતી ભરતી વખતે, IFSC કોડ યોગ્ય રીતે ભરો. તે જ એકાઉન્ટ નંબર દાખલ કરો જે વર્તમાન સ્થિતિમાં છે. જમીનની વિગતો, ખાસ કરીને ખાતા નંબર ખૂબ કાળજી પૂર્વક ભરવા જોઈએ.
💫વાર્ષિક 6,000 રૂપિયાનો લાભ નથી મળતો તે ખેડૂતોની મહિતીમાં કેટલીક ભૂલો સામાન્ય છે.
1. એકાઉન્ટ અમાન્ય થવાને કારણે કામચલાઉ હોલ્ડ. એટલે કે, એકાઉન્ટ એકટીવ નથી.
2. આપેલ એકાઉન્ટ નંબર બેંકના રોકોર્ડમાં નથી. તેનો અર્થ એ છે કે ખોટો એકાઉન્ટ નંબર દાખલ કરવામાં આવ્યો છે.
3. પબ્લિક ફાઇનાન્સ મેનેજમેન્ટ સિસ્ટમ (PFMS) દ્વારા ખેડૂતનો રેકોર્ડ સ્વીકારવામાં આવ્યો નથી.
4. બેંક દ્વારા નકારવામાં આવેલ ખાતું એટલે કે ખાતું બંધ છે.
5. પીએફએમએસ/બેંક દ્વારા ખેડૂત રેકોર્ડ નકારવામાં આવ્યો છે.
6. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં આધાર સીડિંગ કરવામાં આવ્યું નથી.
7. રાજ્ય સરકાર તરફથી પેન્ડીંગ છે.
💫6,000 રૂપિયાની યોજનાનો લાભ કોને ન મળી શકે
1. એવા ખેડૂતો કે જેઓ ભૂતપૂર્વ અથવા હાલમાં બંધારણીય હોદ્દાઓ ધરાવે છે, વર્તમાન અથવા ભૂતપૂર્વ મંત્રીઓ.
2. મેયર અથવા જિલ્લા પંચાયતના પ્રમુખ, ધારાસભ્ય, MLC, લોકસભા અને રાજ્યસભાના સાંસદ.
3. કેન્દ્ર અથવા રાજ્ય સરકારના અધિકારીઓ.
4. જે ખેડૂતોએ છેલ્લા નાણાકીય વર્ષમાં આવકવેરો ભર્યો હતો તેમને લાભ મળશે નહીં.
5. રૂ.10 હજારથી વધુ પેન્શન મેળવતા ખેડૂતોને પણ લાભ મળતો નથી.
6. પ્રોફેશનલ્સ, ડોકટર, એન્જિનિયર, સીએ, વકીલ અને આર્કિટેક્ટ્સને આ યોજનાનો લાભ મળશે નહી.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ :TV 9 ગુજરાતી.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.