AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જાણો, વાવણી થી કાપણી સુધી ઘઉંમાં આવતી કેટલીક જીવાતો વિષે
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જાણો, વાવણી થી કાપણી સુધી ઘઉંમાં આવતી કેટલીક જીવાતો વિષે
મોટાભાગના ખેડૂતોએ બિયારણને માવજત આપીને વાવણી કરી દીધી હશે. જાણિયે, વાવણી થી કાપણી સુધી આવતી કેટલીક જીવાતો અને તેમનું નિયંત્રણ. 1. ઉધઇ: જે ખેડૂતોએ દવાની માવજત આપી હશે તે ખેતરમાં ઉધઇનો પ્રશ્ન ભાગ્યે જ જોવા મળશે. બીની માવજત વિના વાવણી કરેલ ખેતરમાં ઉધઇ દેખાય તો ફીપ્રોનીલ ૫ એસસી ૧.૬ લિટર અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૩ લિટર પ્રતિ એક હેક્ટર માટે દવાને ૧૦૦ કિ.ગ્રા. રેતી/માટી સાથે મિશ્રણ કરી ઉભા પાકમાં પૂંખી હળવુ પિયત આ૫વું અથવા પાણીના ઢાળીયા ઉપર લાકડાની ઘોડી ઉપર દવાના ડબ્બા ઉપર કાણૂં પાડી ગોઠવી ટીપે ટીપે એક હેક્ટર વિસ્તારમાં પ્રસરે તે રીતે પાણી સાથે આપવી. 2.ખપૈડી: નાના છોડને કાપી નાંખી પાન ખાય છે. ગોરાડુ જમીનમાં ઉપદ્રવ વધારે જોવા મળે છે. 3. ગાભમારાની ઇયળ: આ ઇયળ શરુઆતમાં અને ત્યાર પછી ઉંબી નીકળતી વખતે વધારે નુકસાન કરે છે. છોડની ડૂંખ કે ઉંબી સહેલાઇથી ખેંચાઇ આવે છે. ઉપદ્રવની શરુઆતે ક્વિનાલફોસ દવા ૮૦૦ મીલી/એકર પ્રમાણે છંટકાવ કરવો. 4.લીલી ઇયળ: મોટેભાગે ઉંબી અવસ્થાએ દેખાતી આ ઇયળ વિકસતા દાણાને ખાતી હોય છે. નિયંત્રણ માટે લીમડા આધારિત દવાનો ઉપયોગ કરવો. વધારે દેખાતી હોય તો ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છાંટવી. 5. મોલો-મશી: છોડની ભૂંગળી કે પાન ઉપર રહી રસ ચૂંસીને નુકસાન કરે છે. પરભક્ષી દાળિયા કે ક્રાયસોપર્લાથી મોલો કાબૂમાં રહેતી હોય છે. જીવાતની શરુઆત વખતે થાયમેથોક્ષામ ૨૫ ડબલ્યુજી દવા ૪ ગ્રા પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છાંટવી. 6. પાનકથીરી: ઉપદ્રવ નહિવત હોય છે. તેમ છતા વધતો જણાય તો ઉપર પ્રમાણે ક્વિનાલફોસ દવાના છંટકાવની ભલામણ છે. 7. વાયરવર્મ: છેલ્લા ૪-૫ વર્ષોથી ઇયળ જમીનમાં રહી મૂળને નુકસાન કરે છે. ગોરાડુ કે હલકી જમીનમાં પ્રમાણ વધારે જોવા મળે છે. થાયમેથોક્ષામ કે ઇમિડાક્લોપ્રીડ દવાની માવજત આપી હોય તેવા ખેતરમાં જીવાત નિયંત્રણ હેઠળ રહે છે. આગલી સીઝનમાં બાજરી કે જુવાર કરી હોય તેવા ખેતરમાં આ જીવાતનું સંક્રમણ વધારે જોવા મળે છે. 8.પક્ષીઓ: ઉંબી આવવાની અવસ્થાએ નુકસાનકર્તા છે. ખેતરમાં સુતરની બે દોરી સમાંતર એક બીજાથી ૨૦ સે. મી. દૂર રહે તે રીતે લાકડીની મદદથી ઘઉની ઉબીની ૬ ઇંચ ઉપર બાંધવી. ધ્યાન રાખશો: ખેતર નિંદામણમૂક્ત રાખવું, જમીનમાં ખોળ વાપરતા હો તો લીમડાના વાપરવો અને પાકને પાણીની ખેંચ વર્તાવા દેવી નહિ. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
32
3
અન્ય લેખો