એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જાણો મરચી માં થ્રીપ્સ નું નિયંત્રણ !
બચ્ચાં અને પુખ્ત બંને પાનની નીચેની બાજુએ રહી મુખાંગો વડે ઘસરકા પાડી પાનમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે. જેને પરીણામે પાન કોકડાઈ જાય છે. આવા પાનનું નિરીક્ષણ કરતા હોડી આકારના જણાય છે. ધરૂની ફેરરોપણી વખતે ધરૂના મૂળને થાયામેથોક્ઝામ ૨૫% WG ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી બનાવેલ દ્રાવણમાં બે કલાક બોળી રાખ્યા બાદ રોપણી કરવી. ઉપદ્રવ જણાતા સ્પીનેટોરામ ૧૧.૭ એસસી ૧૦ મિલિ અથવા સ્પીનોસાડ ૪૫ એસ.સી. ૩ મિલિ અથવા ફીપ્રોનીલ ૫ એસસી ૨૦ મિલિ ૧૦ લિટર પાણી માં ભેળવી ૧૦ થી ૧૫ દિવસનાં સમયગાળે વારાફરતી છંટકાવ કરવો.
34
1
અન્ય લેખો