AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જાણો મગફળીના મુંડા ની બધી જ અવસ્થાઓ ક્યાં રહે છે?
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જાણો મગફળીના મુંડા ની બધી જ અવસ્થાઓ ક્યાં રહે છે?
👉 આ જીવાતનું જીવનચક્ર ચાર અવસ્થામાં પુરુ થાય છે જેમ કે ઇંડા, ઇયળ, કોશેટો અને પુખ્ત ઢાલિયા. નવાઇની વાત એ છે કે આ ચારે અવસ્થાઓ જમીનમાં જ પસાર થાય છે. 👉 ઇંડા જમીનમાં મૂંકાતા હોવાથી આપણેને દેખાતા નથી. ઉપદ્રવ વખતે જમીનમાં સફેદ રંગની ઇયળ છોડના મૂળની આસપાસ ચોક્ક્સ દેખાશે. કોશેટા પણ જમીનમાં હોય. જ્યારે તેના પુખ્ત ઢાલિયા મહિનાઓ સુધી જમીનમાં સુષુપ્ત અવસ્થામાં પડી રહેતા હોય છે. માટે જ જો ઉનાળામાં ઉંડી ખેડ કરી જમીન તપવા દીધી હોય તો આ અવસ્થાઓને આગળ વધતી અટકાવી શકાય અને સરવાળે ઉપદ્રવ ઓછો રહેતો હોય છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
10
3
અન્ય લેખો