કૃષિ યાંત્રિકીકરણTV 9 ગુજરાતી
જાણો ફેન્સીંગ ના પ્રકાર અને તેના ફાયદા વિશે !
વાડ વિવિધ ડિઝાઇન અને સામગ્રીથી બનેલી હોય છે જે પશુઓનું રક્ષણ કરે છે અને તેમને નુકસાન પહોંચાડતી નથી. ફેન્સિંગ દ્વારા કોઈ પણ અનધિકૃત વ્યક્તિ અથવા પ્રાણી ખેતરમાં પ્રવેશી શકતા નથી તેમજ વન્ય પ્રાણીઓ તમારા પાકને નુકસાન પહોંચાડતા નથી. સામાન્ય રીતે વાડની ઉંચાઈ ચાર ફૂટ અથવા 1.2 મીટર હોય છે. જ્યારે પશુધનના રક્ષણ માટે તેનાથી ઉંચી વાડ બનાવવામાં આવે છે, પરંતુ કેટલીક જગ્યાએ તે બાંધવા માટે કાયદાકીય પરવાનગી પણ લેવામાં આવે છે. તેથી જુદા જુદા સંજોગોને ધ્યાનમાં રાખીને તે મુજબ ફેન્સીંગ કરવી જોઈએ. સમયની સાથે આધુનિક પ્રકારની વાડ બજારમાં આવી રહી છે જેને લગાવી સરળ છે. તે એક સમયનું રોકાણ છે, જે તમારા કૃષિ ક્ષેત્ર અને પશુધનને ઘણા વર્ષોથી સુરક્ષિત કરે છે. ફાયદા : ખેડૂતો અને પશુપાલકો અસ્વસ્થ પશુઓને અલગ રાખી શકે છે. ઉચ્ચ ગુણવત્તાની વાડ ઘણી બાબતોમાં સુરક્ષા પૂરી પાડે છે. પશુઓ પોતાની મરજીથી વાડમાં મુક્તપણે હરીફરી શકે છે અને તેઓ વાડમાંથી બહાર નીકળી શકતા નથી. વાડ ખેતર પર સંગ્રહ કરેલા પાકનું પણ રક્ષણ કરે છે. પ્રકાર : વાયર ફેન્સીંગની સામગ્રીની મજબૂતાઇ વાયર કેવી રીતે બાંધવામાં આવે છે તેના પર નિર્ભર કરે છે. કાંટાળા તારમાંથી પણ વાડ બનાવવામાં આવે છે. લાકડાના વાડનો પણ ઘણી જગ્યાએ ઉપયોગ થાય છે. આ સિવાય કૃત્રિમ વાડ, વેલ્ડ વાયર ફેન્સીંગ વગેરે જેવી વસ્તુઓમાંથી વાડ બનાવવામાં આવે છે. વાડ બનાવવા માટે વપરાતી સામગ્રી અને વિસ્તારના આધારે તેની કિંમતમાં વધારો કે ઘટાડો થાય છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : TV 9 ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
20
6
અન્ય લેખો