ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જાણો, પાકના અવશેષોનો નિકાલથી કેટલો બધો ફાયદો !!!!!
👉 કેટલીક જીવાતો પાક પુરો થયા પછી પાકના અવશેષોમાં ભરાઇ રહી જીવનચક્ર ચાલુ રાખે છે. 👉 જ્યારે ફરી ખેતરમાં પાક વાવતા તે નવા પાકને શરુઆતથી જ નુકસાન શરુ કરી દેતા હોય છે. 👉 કેટલાક ખેડૂતો કાપણી પછી તેના જડિયા ખેતરમાંથી સત્વરે કાઢવામાં આળશ રાખી જીવાતને મદદરુપ બનતા હોય છે, આ સારી પધ્ધતિ નથી. 👉 મોટા ભાગની ઇયળો તેની કોશેટા કે પુખ્ત અવસ્થા આવા જડિયામાં ભરાઇ રહી જીવનચક્ર ચાલુ રાખે છે. 👉 જીવાતોનું જીવનચક્ર તોડવા માટે પાકના અવશેષો જડિયા વગેરે ખેતરમાંથી કાઢી તેમનો વ્યવસ્થિત નિકાલ કરવું ઘણૂં જરુરી બને છે. 👉 ડાંગરની ગાભમારાની ઇયળ કાપણી પછી જડિયામાં સંતાઇ રહી જીવનક્રમ આગળ ધપાવે છે, જેથી કાપણી પછી તરત જ જડિયાં દૂર કરવા જોઇએ. 👉 આવી જ રીતે મકાઇ-બાજરી-જૂવારને નુકસાન કરતી ગાભમારાની ઇયળ પાકના જડિયાંમાં સંતાઇ રહે છે. 👉 રીંગણની ડૂંખ અને ફળ કોરીખાનાર ઇયળ પણ રીંગણની છેલ્લી વિણી પછી છોડવા કાઢવામાં ન આવે તો ઇયળ આવા છોડમાં ભરાઇ રહે છે. માટે જ છેલ્લી વિણી પછી પાકના અવશેષો નાશ કરી આગળની ઋતુંમાં ઉપદ્રવ ઘટાડો. 👉 ધાન્યવર્ગના પાકનાં કાપણી પછી ખેતરમાં પડી રહે તો તે ઉધઇ માટેનો ખોરાક બને છે અને બીજી ઋતુંમાં લેવામાં આવનાર પાક માટે ખતરો બને છે. 👉 આપ જાણતા જ હશો કે ગુલાબી ઇયળ તેની સુષુપ્ત અવસ્થા પડી રહેલા કપાસના છોડ/કરાઠી ઉપર અવિકસિત જીંડવા પસાર કરી બીજા વર્ષે વવાતા કપાસ માટે મોટો પ્રશ્ન પેદા કરે છે, જેથી જ પાક પુરો થયેથી કરાઠીઓનો વ્યવસ્થિત નિકાલ કરવું અતિઆવ્યશક છે. 👉 કપાસની જીનીંગ ફેક્ટરીમાં નીકળતા કચરાનો વ્યવસ્થિત નિકાલ કરતા નથી અને ગુલાબી ઇયળના ઉપદ્રવ વધારવા માટે આડકતરી રીતે પ્રોત્સાહાન મળે છે. 👉કપાસની છેલ્લી વિણી પછી મિલિબગથી અસરગ્રસ્થ છોડવા ખેંચી કાઢી બાળી નાંખવા. આવા છોડવા ખેતરમાં દાંટી દેવા નહિ. 👉 શેરડીની કાપણી પછી રહી ગયેલ પાન-પાતરા વિગેરે સળગાવી દેવાથી બીજી ઋતુમાં ગાભમારાની ઇયળ, મિલિબગ્સ, ભીંગડા વાળી જીવાત વિગેરેનો ઉપદ્રવ ઓછો રહે છે. 👉 વેલાવાળા શાકભાજીમાં છેલ્લી વિણી પછી વેલાઓનો નિકાલ કરવાથી ભીંગડાવાળી જીવાત, થડની ઇયળ, ફળમાખી વિગેરેનો ઉપદ્રવ ફરીની સીઝનમાં ઓછો રહે છે. 👉 ટામેટામાં આવતી નવા પ્રકારની લીફ માઇનર પાક પુરો થયે પાકના અવશેષો ઉપર સુષુપ્ત અવસ્થાએ રહેતી હોવાથી છેલ્લી વિણી પછી પાકના અવશેષો બાળી નાશ કરવા. 👉 આંબાવાડિયામાં જે ઝાડ સુકાઇ ગયા હોય તો ખોદી કાઢી વાડીમાંથી દૂર કરવાથી થડિયામાં સુષુપ્ત અવસ્થાએ પડી રહેલ જીવાતોનનો નાશ થાય છે. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
32
19
અન્ય લેખો