AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જાણો, દૂધ-ઉત્પાદકોના હિતમાં સરકારનો મોટો નિર્ણય !
પશુપાલનAgrostar
જાણો, દૂધ-ઉત્પાદકોના હિતમાં સરકારનો મોટો નિર્ણય !
🐄🐃 મુખ્યમંત્રીએ ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનને સ્કીમ મિલ્ક પાવડરની નિકાસ માટે અપાતી રાજ્ય સરકારની નિકાસ સહાયમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી સમક્ષ ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન દ્વારા આ સંદર્ભમાં કરવામાં આવેલી રજૂઆતનો સાનૂકુળ પ્રતિસાદ આપતાં મુખ્યમંત્રીએ હવે, FOB પ્રતિ કિ.ગ્રામ 180 ને બદલે રૂ.200 આપવાનો નિર્ણય લીધો છે. 🔹રાજ્યના પશુપાલકોના વ્યાપક હિતમાં રાજ્ય સરકાર સ્કીમ મિલ્ક પાવડરમાં દૂધ સંઘોને આંતરરાષ્ટ્રીય બજારોમાં થતા નાણાંકીય નુકશાનને સરભર કરવા આવી નિકાસ સહાય મંજૂર કરે છે. જોગવાઇ અનુસાર સ્કીમ મિલ્ક પાવડરની નિકાસ કરવા પ્રતિ કિ.ગ્રામ રૂ.50 મહત્તમ નિકાસ સહાય 6 મહિનાના સમયગાળા માટે રૂ. 150 કરોડની મર્યાદામાં મંજૂર કરવામાં આવેલી હતી. 🔹મુખ્યમંત્રીએ એવું પણ સૂચવ્યું છે કે, જો સ્કીમ મિલ્ક પાવડરના FOB ભાવમાં વધારો થાય તો આ વધારા જેટલી રકમની નિકાસ સહાયમાં ઘટાડો થશે. એટલે કે જો FOB ભાવ રૂ.200 થી વધીને 210 થાય તો, નિકાસ સહાય રૂ.50 થી ઘટીને રૂ.40 થશે. જો FOB ભાવમાં ઘટાડો થાય તો પણ નિકાસ સહાય યથાવત એટેલે કે રૂ.50 પ્રતિ કિ.ગ્રામ જ રહેશે. આ સમગ્ર યોજના રૂ.150 કરોડની નાણાંકીય મર્યાદામાં મંજૂર કરવાનો નિર્ણય પણ મુખ્યમંત્રીએ કર્યો છે. 🔹રાજ્યના વિવિધ દૂધ સંઘોએ આ વર્ષે મુખ્યમંત્રીએ સમક્ષ રજૂઆત કરીને FOB(ફ્રેઇટ ઓન બોર્ડ) પ્રતિકિલો રૂ. 180 થી વધારીને 200 કરવા તેમજ યોજનાની અવધિમાં પણ વધારો કરવા વિનંતી કરી હતી. આ રજૂઆતને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રીએ 1 જુલાઇ 2021 થી 31 ડિસેમ્બર 2021 સુધીના ૬ માસ માટે રૂ.50 પ્રતિ કિ.ગ્રામ સહાય મંજૂર કરી છે. 🔹મુખયમંત્રીના આ નિર્ણયને પરિણામે સ્કીમ મિલ્ક પાવડરના ભાવમાં આંતરરાષ્ટ્રીય બજારોમાં થતી વધ-ઘટથી થતું નુકશાન પશુપાલકો સરભર કરી શકશે અને તેમને આર્થિક રાહત પ્રાપ્ત થશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Agrostar આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
13
0
અન્ય લેખો