ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
જાણો, થાયોમેથોક્ષામની કુંડળી !
👉 નીઓનીકોટીનોઇડ ગ્રુપની સાત દવામાંની આ એક બીજી પેઢીની દવા જીવાતના જ્ઞાનતંતું (એસીટાઇલકોલાઇન રીસેપ્ટર) ઉપર અસર કરતી શોષક પ્રકારની છે. 👉 આ દવા બિયારણ ઉપર પટ આપવા, જમીનજન્ય જીવાતના નિયંત્રણ માટે ડ્રેંચીગ અને ચૂંસિયાના અટકાવ માટે વપરાય છે. 👉 થાયામેથોક્ષામ ૩૦% એફએસ કપાસમાં ચૂંસિયાં, ઘઉંમાં ઉધઇ, જૂવાર-મકાઇ-સોયાબીનમાં સાંઠાંની માખી, ભીંડામાં તડતડિયા અને મરચીમાં થ્રીપ્સ માટે બિયારણને પટ આપવા માટે ૩ થી ૧૦ ગ્રા પ્રતિ એક કિ.ગ્રા. પ્રમાણે વપરાય છે. 👉 થાયોમેથોક્ષામ ૭૦% ડબલ્યુએસ દવા કપાસ-ભીંડા-ટામેટા-સૂર્યમૂખી-ડાંગર પાકોમાં ચૂંસિયાં જીવાત; ઘઉંમાં ઉધઇ અને મકાઇમાં સાંઠાની માખી માટે એક કિ.ગ્રા. બી માટે ૫ થી ૧૦ ગ્રામ પ્રમાણે માવજત આપવામાં આવે છે. 👉 થાયોમેથોક્ષામ ૭૫% એસજી દાણાદાર દવા ઘઉં અને શેરડીમાં નુકસાન કરતી ઉધઇના નિયંત્રણ માટે ૧૨૫ થી ૧૫૦ ગ્રામ પ્રતિ હેક્ટર પ્રમાણે જરુરી પાણીમાં ભેળવી ડ્રેંચીંગ કરવામાં આવે છે. કપાસમાં ચૂંસિયા જીવાત માટે છોડ દીઠ ૫૦ થી ૧૦૦ મિલિ દવાનું દ્રાવણ ડ્રેંચીંગ કરવું. 👉 થાયોમેથોક્ષામ ૨૫ ડબલ્યુજી દવા ડાંગરના ચૂંસિયા, કપાસ-ભીંડા-ટામેટા-રીંગણમાં રસ ચૂંસનાર જીવાતો, આંબામાં મધિયો, રાયડા-બટાટા-ઘઉંની મોલો, લીમ્બું વર્ગના ફળપાકમાં નુકસાન કરતી સાયલા જીવાત વિગેરે પાકોમાં ૩ થી ૫ ગ્રામ દાણાદાર દવા પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. તદઉપરાંત, ડાંગરના ધરુવાડિયામાં આ દવાનું ડ્રેંચીંગ કરવાથી ચૂંસિયાનું અસરકારક નિયંત્રણ થતું હોય છે. 👉 અન્ય દવાની સાથે મિશ્રણ કરેલ જેવી કે ફિપ્રોનીલ ૪% + થાયામેથોક્ષામ ૪% એસસી (ડાંગર); થાયોમેથોક્ષામ ૧૨.૬% + લેમ્બડા સાયહેલોથ્રીન ૯.૫૦% ઝેડસી (મકાઇ-સોયબીન-કપાસ-મરચી- ટામેટી); ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૦.૫% + થાયોમેથોક્ષામ ૧.૦% જીઆર (ડાંગર); ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૮.૮૦% + થાયામેથોક્ષામ ૧૭.૫૦% એસસી (ટામેટીમાં ડ્રેંચીંગ) અને થાયોમેથોક્ષામ ૦.૯૦% + ફિપ્રોનીલ ૦.૨૦% જીઆર (મગફળીમાં વ્હાટગ્રબ અને ઉધઇ માટે ડ્રેંચીંગ) ઉપલબ્ધ છે. 👉 પાક ઉત્પાદનમાં રહી જતા દવામા અવશેષોને ધ્યાને લેતા પાકની લણની (વિણી) અને છેલ્લા છંટકાવ વચ્ચે ઓછામાં ઓછો ૩ થી ૮૬ દિવસનું અંતર રાખવું હિતાવહ છે. જેમાં ભીંડા-ટામેટા-રીંગણમાં આ ગાળો ૩-૫; આંબામાં ૩૦; લીમ્બુંમાં ૨૦; કપાસ-ઘઉં-રાયડામાં ૨૧; બટાટામાં ૭૭ અને ડાંગરમાં ૮૬ દિવસની ભલામણ કરેલ છે. 👉 આ દવા જીવાતના કુદરતી દુશ્મનો માટે મોટેભાગે સલામત છે. 👉 આ દવાના ઝેરનું મારણ (એન્ટીડોટ) કોઇ ચોક્ક્સ નથી. ઝેરની અસર જણાય તો સત્વરે ડોક્ટરનો સંપર્ક કરવો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ક્લિક કરો ulink://android.agrostar.in/publicProfile?userId=558020 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. 👉આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
43
2
સંબંધિત લેખ