AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જાણો તુવેરમાં લીલી ઇયળના વધુ ઉપદ્રવના કારણો !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર ઇન્ડિયા
જાણો તુવેરમાં લીલી ઇયળના વધુ ઉપદ્રવના કારણો !
ઝુમકામાં લાગતી તુવેરની જાતમાં આ ઇયળનો ઉપદ્રવ વધારે જોવા મળે છે. તુવેરના ખેતરની જોડે જો ચણાનું ખેતર હોય તો આ જીવાતનો ઉપદ્રવ તુવેરમાં વધારે રહેતો હોય છે. પિયતી તુવેરના પાકમાં બિન-પિયત કરતા ઇયળોનું આક્રમણ વધારે જોવા મળે છે. તુવેર સાથે જો મકાઇનો પાક લીધેલ હોય તો સરવાળે આ ઇયળથી નુકસાન ઓછો રહે છે. લીલા-ભુખરા પટ્ટાવાળી શીંગોવાળી તુવેરમાં આ ઇયળથી થતી નુકસાનની માત્રા ઓછી જોવા મળે છે. મધ્યમ મોડી પાકતી જાતોમાં ઉપદ્રવ ઓછો રહે છે. જો તુવેરનું વાવેતર જુલાઇ મહિનામાં પહેલા અઠવાડિયે કરેલ હોય તો આ ઇયળોની અસર ઓછી જોવા મળતી હોય છે. નિયંત્રણ માટે ક્લોરાંટ્રાનીલીપ્રોલ 18.5 એસસી 3 મિલિ અથવા ફ્લુબેન્ડીએમાઇડ 20 ડબલ્યુજી 5 ગ્રામ પ્રતિ 10 લી. પાણી પ્રમાણે છંટકાવ કરવો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
16
8