AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જાણો તમારા આધાર કાર્ડ નો ક્યાંક ખોટો ઉપયોગ તો નથી થયો ને? જાણો સરળ પ્રોસેસ !
સમાચારVTV ન્યૂઝ
જાણો તમારા આધાર કાર્ડ નો ક્યાંક ખોટો ઉપયોગ તો નથી થયો ને? જાણો સરળ પ્રોસેસ !
👉 જો તમને પણ શંકા હોય કે તમારું આધાર કાર્ડ ક્યાંક ખોટી રીતે યૂઝ થઈ રહ્યું નથી ને તો તમે તેને સરળતાથી જાણી શકો છો. હવે UIDAI આ માટે સરળ પ્રોસેસ લાવ્યું છે. જેની મદદથી લોકો ઘરે બેઠા જ જાણી શકશે કે તેમનું આધાર કાર્ડ ક્યાં અને ક્યારે ઉપયોગમાં લેવાયું છે. ➡️ આ રીતે મળશે લાભ 👉 ઉલ્લેખનીય છે કે UIDAI ની વેબસાઈટ સર્વિસના આધારે કાર્ડધારક જાણી શકે છે કે તેમના કાર્ડ ક્યારે અને ક્યાં યૂઝ થયા છે. સાઈટ પરથી તમને તમારા કાર્ડના 6 મહિનાના યૂઝની ડિટેલ્સ મળી રહે છે. UIDAIની સાઈટની મદદથી તમે આધાર કાર્ડની 6 મહિનાની હિસ્ટ્રી જાણી શકો છો. આ માટે તમારી પાસે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હોવો જરૂરી છે. ➡️ સરળ સ્ટેપ્સથી જોઈ શકાશે ડેટા 👉 સૌ પહેલાં તમે UIDAIની વેબસાઈટ uidai.gov.in પર જાઓ અને અહીં ‘My Aadhar’ પર ક્લિક કરો. 👉 હવે તમને આધાર સર્વસનું ઓપ્શન મળશે. તેમાં ‘Aadhar Authentication History’ના ઓપ્શન પર ક્લિક કરો. 👉 અહીં તમારા આધાર નંબર અને આપવામાં આવેલો કેપ્ચા કોડ લખો. 👉 ફરી એકવાર ઓટીપી તમારા મોબાઈલ નંબર પર મેસેજના રૂપમાં આવશે. 👉 ઓટીપી ભર્યા બાદ તમને 2 વિકલ્પ મળશે. તેમાં એક છે ‘Authentication Type’ જેમાં તમે બાયોમેટ્રિક ડિટેલ્સ મેળવી શકો છો અને અન્ય વિકલ્પ છે ‘Data range’. 👉 તેના આધારે તમે એક નક્કી તારીખથી અન્ય કોઈ તારીખની વચ્ચેની જાણકારી મેળવી શકો છો. ➡️ સામે આવશે માહિતી: 👉 જ્યારે તમે આ ઓપ્શનમાંથી કોઈ પણ ઓપ્શન સિલેક્ટ કરશો ત્યારે તમારી સ્ક્રીન પર તમારું આધાર કાર્ડ ક્યાં અને કેટલી વાર યૂઝ કરાયું છે તેની ડિટેલ્સ આવી જશે. 👉 સંદર્ભ : VTV ન્યૂઝ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
36
8