નઈ ખેતી, નયા કિસાનSafar Agri Ki
જાણો, ડાંગરના વાવેતરની ફાયદાકારક સુધારેલી ડેપોગ પદ્ધતિ !
👉 ડાંગરનાં વાવેતરની એક પધ્ધતિ અંગે જે ફિલીપાઇન્સમાં વિકસાવવામાં આવી છે. જેમાં નર્સરીમાં ડાંગરનાં ધરૂ તૈયાર કરવાના હોય છે. અને ખાસ તો જે ખેડૂતો વાવેતર દરમિયાન યાંત્રિકરણ અપનાવતા હોય તેમના માટે તો આ જ પધ્ધતિ ફાયદાકારક છે. ગુજરાત માટે ખાસ નવસારી કૃષિ યુનિવર્સિટીનાં તાપી જિલ્લાના વ્યારા સ્થિત ચોખા સંશોધન કેન્દ્ર દ્વારા ચોખાના ધરું ઉછેરની નવી પદ્ધતિ વિકસાવી છે. જેનું નામ છે સુધારેલી ડેપોગ પધ્ધતિ. 👉 આ સુધારેલી ડેપોગ પધ્ધતિમાં ડાંગરના ધરું 12 થી 15 દિવસમાં તૈયાર થઇ જાય છે, ધરું ઘરના ઓટલા જેટલા નાના વિસ્તાર કે ઘરના વાડાની ઓછી જમીનમાં ખુબજ ઓછા ખર્ચે તૈયાર કરી શકાય છે. તે જુના કંતાન, કેળના પાન કે પછી કોન્ક્રીટ જેવી સખત જગ્યા પર તૈયાર કરી શકાય છે. જેમાં ઓછા મજૂરની જરૂર પડે છે જેથી ખર્ચ બચતા ફાયદો થાય છે. આ પદ્ધતિમાં પાણીની પણ ઓછી માત્રામાં જરૂર પડે છે, જેથી પાણીની પણ બચત થાય છે. બીજું ખાસ મહત્વનું કે આ પદ્ધતિથી ઉછરેલી ડાંગર જલ્દી તૈયાર થઈ જતા ખેડૂતોને આર્થિક રીતે ઘણો ફાયદો થાય છે. આ જ કારણે ધીરે-ધીરે ડાંગર પકવતાં ખેડૂતો આ પદ્ધતિને અપનાવી રહ્યા છે. 👉 ડાંગર, આદર્શ ધરૂ ઉછેર જાણવા માટે 👉ulink://android.agrostar.in/articleDetail?articleId=Article_20210520_GJ_TIP_6_30AM&latestArticle=false&otherArticlesAvailable=false ક્લિક કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : Safar Agri Ki. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
12
5
સંબંધિત લેખ