AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વીડીયોTV9 Gujarati
જાણો, ડાંગરના વાવેતરની ફાયદાકારક સુધારેલી ડેપોગ પદ્ધતિ
ડાંગરનાં વાવેતરની એક પધ્ધતિ અંગે જે ફિલીપાઇન્સમાં વિકસાવવામાં આવી છે. જેમાં નર્સરીમાં ડાંગરનાં ધરૂ તૈયાર કરવાના હોય છે. અને ખાસ તો જે ખેડૂતો વાવેતર દરમિયાન યાંત્રિકરણ અપનાવતા હોય તેમના માટે તો આ જ પધ્ધતિ ફાયદાકારક છે. ગુજરાત માટે ખાસ નવસારી કૃષિ યુનિવર્સિટીનાં તાપી જિલ્લાના વ્યારા સ્થિત ચોખા સંશોધન કેન્દ્ર દ્વારા ચોખાના ધરું ઉછેરની નવી પદ્ધતિ વિકસાવી છે. જેનું નામ છે સુધારેલી ડેપોગ પધ્ધતિ. આ સુધારેલી ડેપોગ પધ્ધતિમાં ડાંગરના ધરું 12 થી 15 દિવસમાં તૈયાર થઇ જાય છે, ધરું ઘરના ઓટલા જેટલા નાના વિસ્તાર કે ઘરના વાડાની ઓછી જમીનમાં ખુબજ ઓછા ખર્ચે તૈયાર કરી શકાય છે. તે જુના કંતાન, કેળના પાન કે પછી કોન્ક્રીટ જેવી સખત જગ્યા પર તૈયાર કરી શકાય છે. જેમાં ઓછા મજૂરની જરૂર પડે છે જેથી ખર્ચ બચતા ફાયદો થાય છે. આ પદ્ધતિમાં પાણીની પણ ઓછી માત્રામાં જરૂર પડે છે, જેથી પાણીની પણ બચત થાય છે. બીજું ખાસ મહત્વનું કે આ પદ્ધતિથી ઉછરેલી ડાંગર જલ્દી તૈયાર થઈ જતા ખેડૂતોને આર્થિક રીતે ઘણો ફાયદો થાય છે. આ જ કારણે ધીરે-ધીરે ડાંગર પકવતાં ખેડૂતો આ પદ્ધતિને અપનાવી રહ્યા છે.
આ પધ્ધતિ ને જાણવા માટે આ વિડીયો. સંદર્ભ : ટીવી 9 ગુજરાતી આપેલ ખેતી પધ્ધતિને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ ને પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
31
0