AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જાણો, જંતુનાશક દવાઓના વિવિધ સ્વરુપો !
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
જાણો, જંતુનાશક દવાઓના વિવિધ સ્વરુપો !
દવાના સક્રિય નામ પાછળ તેનું સ્વરુપ સંક્ષિપ્તમાં લખેલ હોય છે. સંક્ષિપત નામ ઉપરથી પેકેટ કે બોટલમાં દવા ક્યા સ્વરુપમાં છે તે જાણી શકાય છે. 👉સુકા અને ઘન સ્વરુપ: આમા દવાની પાછળ D, WDG, DF, WP, G, વગેરે લખલે હોય છે. જેમાં પાવડર સ્વરુપે મળતી દવા (D/ DP) પાણીમાં ઉમેર્યા વિના છંટકાવ કરી શકાય છે દા.ત. ક્વિનાલફોસ ૧.૫ DP. જ્યારે G/ CG/ GR લખેલ દાણાદાર દવા સીધી જ જમીનમાં આપવામાં આવે છે દા.ત. કાર્બોફ્યુરાન ૩ G., ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૦.૪ GR. જ્યારે દાણાદાર (WDG/ SG/ CG) અને પાવડર રુપી (WP/SP) દવા જરુરી પાણીના જથ્થામાં ઉમેરી તેનો છંટકાવ કરી શકાય છે દા.ત. ક્લોથિયાનીડીન ૫૦ WDG; ડાયનેટોફ્યુરાન ૨૦ SG; કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ ૦.૪+ ફિપ્રોનીલ ૦.૫ CG; ડાયફેન્થીયુરોન ૫૦% WP; એસીફેટ ૭૫ SP. 👉પ્રવાહી સ્વરુપે: દવાની પાછળ EC/ E/ SL/ DC/ OD/ SC/ SE/ WSC લખેલ હોય છે. આ પ્રવાહીરુપે મળતી દવાઓ મોટેભાગે પાણીમાં ઓગાળીને છંટકાવ કરવામાં આવે છે. દા.ત. ક્વિનાલફોસ ૨૫ EC; એફિડોપાયરેપેન ૫૦ DC; સાયન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ OD; ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ SC; મોનોક્રોટોફોસ ૩૬ WSC. આ દવાના છંટકાવ વખતે પમ્પમાં એજીટેટરની જરુર પડતી નથી કે પછી નોઝલ ચોકઅપ થવાનો પ્રશ્ન રહેતો નથી. 👉કેપસ્યુલ સ્વરુપે: આ દવાઓની પાછળ ZC લખેલ હોય છે. પર્યાવરણને ઓછી હાની પહોંચે તે હેતુ થી ઝીણી કેપ્સુલમાં દવા ભરેલી હોય છે. આ દવા પણ પાણીમાં ઉમેરીને છંટકાવ કરવામાં આવે છે દા.ત. ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૯.૩% + લેમ્બડા સાયહેલોથ્રિન ૪.૬% ZC. 👉ગોળી સ્વરુપે: આ દવાઓ ટીકડીના રુપે મળે છે જે ધુમિકરણ માટે સીધી જ વપરાય છે દા.ત. એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ ટીકડી સ્વરુપે મળે છે જે સંગ્રહિત જીવાતના નિયંત્રણ માટે ધુમકર તરીકે વપરાય છે. જ્યારે ડેલ્ટામેથ્રીન ૨૫% ડબલ્યુટી ટેબલેટ પાકની જીવાતોના નિયંત્રણ માટે પાણીમાં ઓગાળીને છંટકાવ કરવામાં આવે છે. બીજ માવજત માટેની દવાના સ્વરુપો: આ દવાની પાછળ WS, SD અથવા FS લખેલ હોય છે. દા.ત. થાયરમ ૭૫ SD દવા સીધી જ બિયારણ ઉપર પટ આપી શકાય જ્યારે ઇમિડાક્લોપ્રિડ ૭૦ WS દવા થોડા પાણીમાં ઉમેરી બીજ માવજત કરવામાં આવે છે. 👉ઘરગથ્થું જીવાતના નિયંત્રણ માટેની દવાઓ: આ દવાઓ વિવિધ સ્વરુપે મળે છે. દવાની પાછળ RTU લખેલ હોય તે ખૂબ જ ઓછી સાંન્દ્રતાવાળી હોય છે જે નહિવત પાણીમાં ઉમેરી છંટકાવ કરવામાં આવે છે દા.ત. આલ્ફાસાયપરમેથ્રિન ૦.૧% w/w RTU. એરોઝોલ (A) લખેલ દવા વાયુ કે ધુમાડા સ્વરુપે બહાર નીકળે છે દા.ત. ટ્રાયસલ્ફુથ્રિન ૧૨% AE. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
56
7