AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જાણો છો કિસાન ક્રેડિટકાર્ડ ના શું છે ફાયદા?
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
જાણો છો કિસાન ક્રેડિટકાર્ડ ના શું છે ફાયદા?
👉કિસાન ક્રેડિટ કાર્ડ માટે પાત્રતા - કોઈપણ ખેડૂત કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી શકે છે. તેની પાસે ખેતરના દસ્તાવેજો હોવા જોઈએ. આ ઉપરાંત ભાડૂઆત ખેડૂતો, મૌખિક જમીન ભાડે લેનારા ધરતીપુત્રો પણ અરજી કરી શકે છે. આ લોકો સિવાય કિસાન ક્રેડિટ કાર્ડ અન્ય કોઈ વ્યક્તિ માટે બનાવવામાં આવતું નથી, એટલે કે ખેતી કરતાં લોકો જ અરજી કરી શકે છે. 👉કયા દસ્તાવેજોની પડશે જરૂર - * કિસાન ક્રેડિટ કાર્ડ માટે બેંકનું અરજી પત્ર * પાસપોર્ટ સાઇઝના બે ફોટા * ID પ્રૂફ ડ્રાઇવિંગ લાયસન્સ/આધાર કાર્ડ/મતદાર આઈડી કાર્ડ/પાસપોર્ટ * રહેણાંકનો પુરાવો જેમ કે ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ વગેરે * મહેસૂલ સત્તાધિકારી દ્વારા જમીનની ચકાસણી કરેલ હોલ્ડિંગ પ્રમાણપત્ર * વાવણી કરેલા પાકની માહિતીની જાણકારી * ત્રણ લાખથી વધુની લોન માટે સિક્યોરિટી ડોક્યુમેંટસ વગેરે હોવા જરૂરી છે. 👉કેવી રીતે કરી શકો છો અરજી - જો તમે કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવા માંગો છો, તો એસબીઆઈની વેબસાઇટ અનુસાર, પ્રોસેસિંગ ચાર્જ ચૂકવવો પડશે અને બેંક આ કાર્ડ પર ખેડૂતોને તેના નિશ્ચિત વ્યાજ દરે લોન આપશે. 50,000 રૂપિયા સુધીની KCC લોન માટે કોઈ પ્રોસેસિંગ ચાર્જ નથી. કિસાન ક્રેડિટ કાર્ડ પર 3 થી 4 ટકાના દરે લોન આપવામાં આવે છે. તમે કિસાન ક્રેડિટ કાર્ડ માટે બેંક શાખામાં જઈને અથવા ઓનલાઈન મોડ દ્વારા અરજી કરી શકો છો. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
29
4
અન્ય લેખો