એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જાણો, ઘઉંના આ નવા રોગ “ઇઅર કોકલ” વિષે !
👉 આ રોગનું મુંળ કારણ કૃમિ (નેમેટોડ) છે.
👉 આ રોગને “ટુન્ડુ રોગ” તરીકે પણ ઓળખવામાં આવે છે.
👉 આનું પ્રમાણ પંજાબ, રાજસ્થાન, બિહાર અને ઉત્તર પ્રદેશમાં વધારે જોવા મળે છે. 👉 આના લીધે પાન તેમ જ છોડ ઉપર નીકળેલ ઉંબી કરચલીવાળી અને વળી જતી હોય છે.
👉 દાણા ભરાવાની જગ્યાએ ગાંઠો થઇ જતી હોય છે.
👉 આ ગાંઠમાં રહેલ કૃમિ દશેક વર્ષ સુધી જીવી શકે છે.
👉 કાપણી વખતે જમીન ઉપર પડી જતી ગાંઠોમાં રહેલ કૃમિ ફરી તે જ ખેતરમાં ઘઉંની વાવણી કરવાથી તેને પણ અસર કરી શકે છે.
👉 આના નિયંત્રણ માટે હાલ આપણી પાસે કોઇ દવા નથી.
👉 રોગમુક્ત ખેતરનું બિયારણ વાપરવું. સર્ટીફાઇડ ઘઉં બિયારણ વાપરવું ઉત્તમ છે. 👉 પાકની ફેરબદલી કરવી.
👉 અસરગ્રસ્થ છોડને કાળજીપૂર્વક ઉપાડી લઇ નાશ કરવા.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.