AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જાણો ખેડુતો કેવી રીતે એસબીઆઈ એગ્રી ગોલ્ડ લોન યોજનાનો લાભ લઈ શકે !
કૃષિ વાર્તાAgrostar
જાણો ખેડુતો કેવી રીતે એસબીઆઈ એગ્રી ગોલ્ડ લોન યોજનાનો લાભ લઈ શકે !
ભારતીય સ્ટેટ બેંક (SBI) એ દેશની સૌથી મોટી બેંક છે, જેમાં કરોડો ખેડૂતો અને તેમના પરિવારોનો સમાવેશ થાય છે. તેણે થોડા સમય પહેલા એગ્રી ગોલ્ડ લોન યોજના શરૂ કરી હતી, અત્યાર સુધીમાં લાખો ખેડૂતોએ તેનો લાભ લીધો છે. જો કોઈ ખેડૂત આ યોજનાનો લાભ લેવા માંગે છે, તો તે સરળતાથી પોતાની જમીનના દસ્તાવેજો બતાવીને અને સોનાના ઘરેણાં બેંકમાં જમા કરીને લોન મેળવી શકે છે. એસબીઆઈ એગ્રી ગોલ્ડ લોન આકર્ષક વ્યાજ દર સાથે આવે છે અને તે તરત જ મેળવી શકાય છે અને સૌથી મહત્વની વાત એ છે કે આ લોન દ્વારા તમામ કૃષિ પ્રવૃત્તિઓને આવરી લેવામાં આવી શકે છે. આ યોજના હેઠળ ખેડૂત પોતાનાં સોનાનાં ઘરેણાં બેંકમાં જમા કરાવી શકે છે અને તેની જરૂરિયાત મુજબ લોન લઈ શકે છે. પરંતુ ખેડૂતના નામે ખેતીની જમીન હોવી ફરજિયાત છે, આ માટે ફોટોકોપી બેંકમાં જમા કરવાની રહેશે. એસબીઆઇ ગોલ્ડ લોનના પ્રકાર: ખેડુતો માટે બે પ્રકારની ગોલ્ડ લોન છે - એગ્રી ગોલ્ડ લોન ક્રોપ પ્રોડકશન અને મલ્ટી પર્પઝ ગોલ્ડ લોન. એસબીઆઈ ગોલ્ડ લોનના ફાયદા (Benefits of SBI Agri Gold loan) આ લોન સોનાના દાગીના ગિરવે મૂકીને સરળતાથી મેળવી શકાય છે લોન પ્રક્રિયા સરળ હોવાની સાથે-સાથે સુવિધાજનક પણ છે. ઓછું વ્યાજ દર કોઈ છુપાયેલા ખર્ચ નથી એસબીઆઈ ગોલ્ડ લોન માટે જરૂરી દસ્તાવેજો (Documents Required for SBI Agri Gold Loan) બે પાસપોર્ટ સાઇઝના ફોટા આઈડી પ્રૂફ - મતદાર આઈડી, પાનકાર્ડ, આધારકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ સરનામાંનો પુરાવો - આધારકાર્ડ, મતદાર ID, પાસપોર્ટ કૃષિ પાક અથવા જમીનનો પુરાવો એસબીઆઈ એગ્રી ગોલ્ડ લોન કેવી રીતે મેળવવી (How to get SBI agri gold loan) જો તમારે એસબીઆઈ એગ્રી ગોલ્ડ લોન લેવાની છે, તો તમારે નજીકની એસબીઆઇ શાખામાં જવું પડશે. ત્યાં તમે બેંકના અધિકારીઓને તમને લોન એપ્લિકેશન ફોર્મ આપવા અને પ્રક્રિયા વિશે પૂછી શકો છો. આ સિવાય, ખેડૂત YONO એપ દ્વારા પણ એસબીઆઈ ગોલ્ડ લોન માટે ખેડુતો અરજી કરી શકે છે. આ માટે, તમારે એસબીઆઇ https://sbi.co.in ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ઓનલાઇન અરજી કરવી પડશે. સંદર્ભ : Agrostar, 12 જુલાઈ 2020 આ ઉપયોગી કૃષિ વાર્તા ને લાઈક કરો અને તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
57
0
અન્ય લેખો