AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જાણો, કેસીસી (કિસાન ક્રેડિટ કાર્ડ) માટે અરજી કરવા માટેની યોગ્યતા અને જરૂરી દસ્તાવેજો
કૃષિ વાર્તાNavbharat Times
જાણો, કેસીસી (કિસાન ક્રેડિટ કાર્ડ) માટે અરજી કરવા માટેની યોગ્યતા અને જરૂરી દસ્તાવેજો
ખેતી સાથે સંકળાયેલ કોઈપણ વ્યક્તિ ભલે તે તેના ખેતરમાં ખેતી કરે અથવા કોઈ બીજાની જમીન પર ખેતી કરે, તે કેસીસી બનાવી શકે છે. કિસાન કાર્ડ માટે અરજી કરનાર વ્યક્તિની લોન અવધિ સમાપ્ત થાય ત્યાં સુધી ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષની અને મહત્તમ 75 વર્ષની હોવી જોઈએ. 60 વર્ષથી વધુ ઉંમરના અરજદાર માટે સહ-અરજદાર હોવા આવશ્યક છે. તે અરજદારનો નજીકનો સબંધી હોઈ શકે છે. સહ અરજદારની ઉંમર 60 વર્ષથી ઓછી હોવી આવશ્યક છે.
અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો રિઝર્વ બેંકની માર્ગદર્શિકા મુજબ, વિવિધ બેન્કો કેસીસી માટે અરજદાર પાસેથી જુદા જુદા દસ્તાવેજો માંગે છે. પરંતુ કેટલાક પ્રાથમિક દસ્તાવેજો અરજદાર પાસે હોવા આવશ્યક છે. આમાં આઈડી પ્રૂફ અને સરનામાંના પુરાવા માટે આધાર કાર્ડ, પાનકાર્ડ, મતદાર ઓળખકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અરજદાર પાસે હોવું જોઈએ. આ સિવાય અરજી માટે અરજદારનો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ પણ જરૂરી છે. ભાગ -2 માં, આપણે જાણી શકીશું કે ખેડૂત કેવી રીતે કેસીસી માટે અરજી કરી શકે છે અને કેટલા દિવસમાં કાર્ડ બનશે? સંપૂર્ણ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. સંદર્ભ: નવભારત ટાઇમ્સ જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને લાઈક કરો અને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
1251
0
અન્ય લેખો