કૃષિ વાર્તાકૃષિ જાગરણ
જાણો કેવી રીતે વધશે ખેડૂતોની આવક ! સરકાર બનાવી રહી છે નવી રણનીતિ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વધુ એક બેઠક મળી હતી. જેમાં કૃષિ ક્ષેત્રમાં રિફોર્મ અંગે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં કૃષિ માર્કેટિંગ, ખેડુતોને સંસ્થાકીય ધિરાણ અને કાનૂની જોગવાઈઓની સહાયથી અન્ય પ્રતિબંધોને દૂર કરવાની ચર્ચા કરવામાં આવી હતી. દેશના જીડીપીમાં કૃષિ ક્ષેત્રનો 15 ટકા હિસ્સો છે. સરકારે ભારપૂર્વક જણાવ્યું છે કે કોરોના અને લોકડાઉન વચ્ચે કૃષિ સેક્ટર ચાલુ રહે. ઘણા ક્ષેત્રો પર કોરોનાની અસર જોવા મળી છે, પરંતુ ચાલુ નાણાકીય વર્ષમાં ખેતી ક્ષેત્ર પર તેની બહુ અસર જોવા મળી નથી._x000D_ પાકના માર્કેટિંગની રીત બદલાઈ શકે છે :_x000D_ એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ બેઠકમાં પાકના માર્કેટિંગમાં વ્યૂહરચનામાં ફેરફાર અંગે ચર્ચા કરવામાં આવી છે. પાકમાં બાયો-ટેકનોલોજીના ફાયદા અને ગેરફાયદા, ઉત્પાદકતામાં વધારો અને ઇનપુટ ખર્ચમાં ઘટાડો ધ્યાનમાં લેવામાં આવે છે._x000D_ બીજી ઘણી વ્યૂહરચનાઓ પર થઈ ચર્ચા : _x000D_ • ખેડૂતોની આવક બમણી કરવા માટે, કૃષિ માળખાને મજબૂત બનાવવાનું વિચાર્યું._x000D_ • સરકાર દ્વારા સંચાલિત પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, ખાસ કિસાન ક્રેડિટ કાર્ડમાં સુધારો કરવામાં આવશે._x000D_ • આ સાથે, કૃષિ પેદાશોની આંતર-રાજ્ય આવનજાવન ને વધુ સારું બનાવવામાં આવશે._x000D_ • રાષ્ટ્રીય કૃષિ બજાર (ઇ-નામ) ને 'પ્લેટફોર્મ ઓફ પ્લેટફોર્મસ'માં રૂપાંતરિત કરી શકાય છે._x000D_ • યુનિફોર્મ સ્ટેચ્યુટરી ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવશે જેથી ખેતીની નવી ટેકનોલોજીનો વિકાસ થઈ શકે._x000D_ • આ સિવાય એગ્રીકલ્ચર લેન્ડ લીઝિંગ એક્ટ અંગે ચર્ચા થઈ જેનાથી નાના ખેડૂતોના હિતનું રક્ષણ થશે._x000D_ • પાક ઉત્પાદન પછી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ખાનગી રોકાણ મોટા પાયે લાવી શકાય છે._x000D_ • કૃષિ ક્ષેત્રની ટેકનીક પર ભાર મૂક્યો છે, કેમ કે ખેડુતોએ નવી ટેકનીકનો ઉપયોગ કરવો જરૂરી છે._x000D_ • એફપીઓને વધુ મજબૂત બનાવી શકાય છે, જે કૃષિ અર્થતંત્રને વેગ આપી શકે છે._x000D_ • કૃષિ વેપાર પર પારદર્શિતા લાવી શકાય છે, જેથી ખેડુતોને વધુ લાભ મળી શકે._x000D_ સંદર્ભ : કૃષિ જાગરણ 3 મેં 2020 _x000D_ આપેલ કૃષિ સમાચાર ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો._x000D_
362
0
અન્ય લેખો