કૃષિ વાર્તાકૃષિ જાગરણ
જાણો કેવા ખેડૂતો માટે કયું ટ્રેક્ટર છે !
ભારતમાં મોટાભાગના ખેડૂત મુખ્યત્વે મધ્યમ વર્ગમાંથી આવે છે.ખેડૂતોની સામે હંમેશાં સારા ટ્રેક્ટરની પસંદગી હોય છે. ખેડુતોના મનમાં હંમેશાં એ વાત રહે છે કે કેટલા એચપી નું અને ક્યુ ટ્રેકટર ખરીદવું. આ લેખમાં તમામ પ્રકારની માહિતી આપવામાં આવશે કે ટ્રેક્ટર ખરીદતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ._x000D_ _x000D_ સૌ પ્રથમ, અમે આવા ખેડુતોની વાત કરીએ કે જેમની પાસે લગભગ 5 થી 10 એકર જમીન છે. આવા ખેડુતોએ ઓછામાં ઓછા 35 થી 40 એચપી ટ્રેક્ટર ખરીદવા જોઈએ. ચાલો,એ પણ માહિતી આપીયે કે ઓફ સીઝનમાં પણ કેવી રીતે, તમે ટ્રેક્ટર થી અન્ય કાર્ય કરીને કેવી રીતે કમાણી કરી શકો છો ! ગ્રામીણ વિસ્તારોમાં લોટ મિલ ખૂબ ઓછી હોય છે, તમે ટ્રેક્ટરની પાછળ લોટ દળવાની મીલ ગોઠવીને ગામડે-ગામડે ઘઉં પીસી શકો છો. આનાથી ગામમાં રહેતા લોકોને પણ અમુક હદ સુધી ફાયદો થશે. તે જ રીતે, ઘાસ અને બાજરીમાંથી ભુસા બનાવવાનું મશીન ટ્રેકટરમાં વાપરી શકાય છે. આનાથી ખેડૂતોને ભૂસું બનાવવામાં મદદ મળશે. એ નોંધવું મહત્વપૂર્ણ છે કે આ મશીન ચલાવવા માટે 40 એચપી ટ્રેક્ટર હોવું જરૂરી છે._x000D_ હવે વાત કરીએ મધ્યમ વર્ગના ખેડુતો માટે ના ટ્રેક્ટર વિશે. મધ્યમ વર્ગના ખેડૂતો ટ્રેક્ટર પાવડો જે ખેતરોને સમતલ કરવા માટે વપરાય છે, રસ્તાઓ પર વાપરી શકાય છે અને ખાડા ખોદવા માટે તમે ટ્રેક્ટર નો ઉપયોગ કરી શકાય છે. આવા કામો માટે ઓછામાં ઓછું 50 થી 55 એચપીનું ટ્રેક્ટર હોવું જરૂરી છે. હવે જાણીયે કે મોટા ખેડુતોને કેવા પ્રકારનાં ટ્રેક્ટરની જરૂર હોય છે. આવા ખેડુતો ખેતીની સાથે સાથે અન્ય કામોમાં પણ ટ્રેક્ટરનો ઉપયોગ કરે છે. ખેતરોમાં ખોદકામ કરીને, માટી એકત્રિત કરવી વગેરે, દેશી ખાતરની ટ્રોલી ભરીને, મજૂરોની અછતને કારણે હાઇડ્રોલિક સિસ્ટમથી ઘણા પ્રકારનાં કામ સરળતાથી કરવામાં આવે છે. 60-70 એચપીના ટ્રેકટરોનો ઉપયોગ ટ્રેક્ટરમાં વધુ ભારે સાધનો વાપરવા માટે કરવામાં આવે છે. દેશની ઘણી ટ્રેક્ટર કંપની ખેડૂતો માટે તેમના કાર્યો અનુસાર ટ્રેક્ટર બનાવે છે, તમે તમારી જરીરિયાત મુજબ અને કામ મુજબ ટ્રેક્ટર ની ખરીદી કરી શકો છો._x000D_ _x000D_ સંદર્ભ: કૃષિ જાગરણ 11 મે,2020 _x000D_ આપેલ કૃષિ સમાચાર ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો_x000D_
277
7
અન્ય લેખો