AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જાણો, કેટલીક જીવાતોનું નુકસાન દૂરથી ખેતરમાં ઉતર્યા વિના પણ જાણી શકાય !!!!!!!
જાણો, કેટલીક જીવાતોનું નુકસાન દૂરથી ખેતરમાં ઉતર્યા વિના પણ જાણી શકાય !!!!!!! આમતો સચોટ નિદાન માટે ખેતરમાં ઉતરી ૧૦-૧૫ છોડ તપાસીને કરવું હિતાવહ છે પણ કેટલીક જીવાતોનું નુકસાન ખૂબ દુરથી પણ ઓળખી શકાય છે. તો જાણીએ આવી જીવાતો વિષે.... 👉 કપાસનું ખેતર દૂરથી જોતા ઝગારા મારતું હોય તો સમજવું કે મોલો-મશીનો ઉપદ્રવ કાબૂ બહાર વધી ગયેલ છે. જો મોટાભાગના છોડ/પાન કોકડાયેલા દેખાય તો તેનું કારણ તડતડિયા (લીલી પોપટી) છે. ફૂલો બિડાયેલા ગુલાબના ફૂલ જેવા દેખાય તો સમજવું કે ગુલાબી ઇયળે માઝા મૂંકી છે. 👉 આંબા અને ચીકુની વાડીને દૂરથી જોતા જો કેટલાક પાનના ઝુમકા થઇ ગયા હોય અને પાન લીલાને બદલે ભૂખરા દેખાતા હોય તો ચોક્કસ ઝુંમકા બનાવીને નુકસાન કરતી ઇયળોનો ઉપદ્રવ છે, તેમ કહી શકાય. જમીન કાળા રંગની થઇ ગઇ હોય તો ચોક્ક્સ મધિયો પોતાનું કામ કરી ગયું. 👉 મગફળીના ખેતરમાં જો છોડવા ટાપાં કે કૂંડાળામાં સુકાતા હોય તો તેનું કારણ ઉધઇ છે અને જો છોડવા હરોળમાં જ સુકાતા હોય તો તેનું કારણ સફેદ ઘૈણ (વ્હાઇટ ગ્રબ) છે. 👉 ખેતરમાં દૂરથી જોતા ઉગતા ઘઉંના છોડ સુકાતા જણાય તો તેનું કારણ ઉધઇ છે તેમ માનવું. 👉 દિવેલાના ખેતર દૂરથી જોતા મોટાભાગના છોડ પાન વગરના ઝાંખરા જેવા દેખાય તો સો ટકા ઘોડિયા ઇયળ/ પાન ખાનાર ઇયળ છે. છોડની માળો સુકાતી જોવા મળે તો અંદાજ આવી જાય છે કે ડોડવા કોરી ખાનાર ઇયળનું પ્રમાણ ખૂબ જ છે. 👉 તુવેરના ખેતરને ફૂલ અવસ્થાએ દૂરથી જોતા કેટલાક છોડ ઉપર ફૂલ એક પણ ન હોય અને ભુખરા જેવા દેખાતા હોય તો ચોક્ક્સ તુવેરનો વાંઝિયાપણાનો રોગ ચાલુ થઇ ગયો છે, જે પાન કથીરી ફેલાવે છે. 👉 દૂરથી મકાઇના ખેતરને જોતા મોટાભાગના છોડ ઠુઠવાયેલા અને કાણાંવાળા દેખાય તો તેનું કારણ પૂંછડે ચાર ટપકાંવાળી (લશ્કરી) ઇયળ છે તેમ માની શકાય. ડોડા અવસ્થાએ મકાઇના ખેતરની આજુબાજુ ઉડતા પક્ષીઓ (પોપટ-સૂડા)ની સંખ્યા અચાનક વધી જાય તો સમજવું કે આપણા ડોડા આ પક્ષીઓ નુકસાન કરવાનું ચાલુ કરી દીધું છે. 👉 ડાંગરની ક્યારીને કંટી અવસ્થાએ દૂરથી જોતા કેટલીક કંટીઓ સફેદ રંગની દેખાય તો સો ટકા ગાભામારાની ઇયળનો ઉપદ્રવ વધી ગયો. ક્યારીમાં કૂંડાળામાં છોડ સૂકાતા હોય અને વર્તુળ આકારે વધતા દેખાય તો તેના માટે ડાંગરના ચૂંસિયાં જવાબદાર છે. 👉 ચણાના ખેતરને દૂરથી જોતા એકાએક પક્ષીઓ વધારે પ્રમાણમાં ખેતરમાં ઉડતા જણાય તો પોપટા કોરી ખાનાર ઇયળનું સંક્રમણ વધી ગયું છે ધારી શકાય. 👉 દૂરથી ઉગતી બાજરી કે જૂવારને જોતા મોટા ભાગના છોડ મરતા કે સુકાયેલા માલુંમ પડે તો કહી શકાય કે આપણા ખેતરમાં સાંઠાની માખીનો ઉપદ્રવ ખૂબ જ વધી ગયો છે. 👉શેરડીના ખેતરને દૂરથી જોતા કેટલાક પાન પીળા પડી સુકાતા જોવા મળે તો અંદાજ લગાવી શકાય કે ખેતરમાં ફૂદફૂદિયાં (પાયરીલા)નો ઉપદ્રવ વધી ગયેલ છે. ખાત્રી માટે ખેતરના શેઢા ઉપર ફરો અને જો તડ-તડ અવાજ આવતો હોય તો સો ટકા કહી શકાય. 👉ઉગતા રાયડાના નાના છોડવા પાન વગરના થઇ ગયા હોય તો તે રાઇની માખીની ઇયળને લીધે થયેલ છે તેમ કહી શકાય. 👉કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે 👉ક્લિક કરો ulink://android.agrostar.in/publicProfile?userId=558020 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ ઉપયોગી માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો ને શેર કરો.
50
8
અન્ય લેખો