AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જાણો કઈ રીતે મળશે સરકારની દરેક યોજનાની માહિતી !!
સમાચારએગ્રોસ્ટાર
જાણો કઈ રીતે મળશે સરકારની દરેક યોજનાની માહિતી !!
📢પૉર્ટલ દ્વારા તમે ૧૩ સરકારી યોજનાઓ માટે લૉન એપ્લીકેશન કરી શકો છો. આની સાથે જ લૉન માટે અરજી આપતા પહેલા એલિજિબિલિટીને પણ ચેક કરી શકો છો. 👉જન સમર્થ પોર્ટલ :-કેન્દ્રની સરકાર ડિજીટલાઇઝેશન પર બહુજ જોર આપી રહી છે. સરકારે મોટાભાગની સરકારી યોજનાઓ અને બેન્કિંગ ફેસિલિટીને ઓનલાઇન કરી દીધી છે. તાજેતરમાં જ દેશમાં 'જન સમર્થ પૉટર્લ'ની શરૂઆત કરી છે. આ પૉર્ટલ દ્વારા સરકારે અલગ અલગ સરકારી યોજનાઓને એક જગ્યાએ લાવવાની કોશિશ કરી છે. આ સરકારી ક્રેડિટ યોજનાઓનુ એક સમાન પૉર્ટલ છે. 👉ઉલ્લેખનીય છે કે, અરજીની પ્રક્રિયાને આસાનીથી ઓનલાઇન જ પુરી કરી શકાય છે. આ પછી તમે તમારી અરજીની સ્ટેટસને પણ ચેક કરી શકો છો. જો લૉનમાં કોઇપણ પ્રકારની પરેશાની થઇ રહી છે, તો તમે આની આસાનીથી ફરિયાદ પણ નોંધાવી શકો છે. આ પૉર્ટલ દ્વારા ગ્રાહક અને દેશની કેટલીય બેન્ક અને બિનસરકારી નાણાંકીય સંસ્થાઓ પણ જોડાયેલી છે. આ પૉર્ટલ દ્વારા ૧૩ સરકારી યોજનાઓ અને ચાર કેટેગરીમાં લૉનને વહેંચવામાં આવી છે. આ કેટેગરી છે એજ્યૂકેશન, કૃષિ, બિઝનેસ અને જીવનપાયન માટે લૉન સામેલ છે. ખાસ વાત છે કે, આ પૉર્ટલ દ્વારા લૉનની અરજી બહુજ આસાન છે, સૌથી પહેલા તમે ૪ કેટેગરીમાંથી કોઇપણ એકને પસંદ કરો,આ પછી કેટેગરી અનુસાર, તમારે તે સરકારી યોજના વિશે જાણકારી મળશે. આ પછી તમારી યોગ્યતાને ચેક કરો અને બાદમાં અરજીની પ્રક્રિયાને પુરી કરી શકાય છે. 👉આ પૉર્ટલ દ્વારા લૉન લેવાવાળા અને લૉન અપવાવાળાને એક સાથે જોડવામાં આવે છે. આનાથી તમારે લૉન લેવામાં આસાની રહેશે. પૉર્ટલ દ્વારા સરકારી યોજનાઓ માટે લૉન એપ્લીકેશન કરી શકો છો. આની સાથે જ લૉન માટે અરજી આપતા પહેલા એલિજિબિલિટીને પણ ચેક કરી શકો છો. આ પછી તમે લૉન માટે એલિજીબલ હોવ તો તમે આના માટે અરજી કરી શકો છો. સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
12
3
અન્ય લેખો