ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જાણો: આંબામાં પાનમાં જાળા બનાવતી ઇયળનો પ્રથમ વાર ફળમાં ઉપદ્રવ
છેલ્લા ૨૦-૨૫ વર્ષથી આંબાના પાનમાં જાળા બનાવી નુકસાન કરતી આ ઇયળ ફળમાં પણ નુકસાન કરતી હાલ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળી છે. ઉપદ્રવ બીજા વિસ્તાર અને અન્ય રાજ્યોમાં પણ પ્રસરી શકે છે. આ ઇયળનો ઉપદ્રવ એપ્રીલ થી નવેમ્બર દરમ્યાન વધુ રહેતો હોય છે. નુકસાન: શરુઆતમાં ઇયળ પાન ઉપર ઘસરકા પાડી ખાય છે, ત્યાર બાદ પાનમાં જાળુ બનાવી અંદર રહી નુકસાન કરે છે. આ વર્ષે મોટી ઈયળો ફળનો ગર્ભ ખાતી જોવા મળી છે. ફળના ટોચના ભાગે નુકસાન કરતા ફળ ખરી પણ પડે છે. ફળની ગુણવત્તા ઉપર માઠી અસર થતી હોય છે.
સંકલિત વ્યવસ્થાપન:_x000D_ • કોહવાયેલા અને ખરી પડેલ ફળોનો નિયમિત નાશ કરવો._x000D_ • નુકસાન પામેલ ડૂંખો અને પાનના જાળાને સમયાંતરે કાપીને નાશ કરવા._x000D_ • ઝાડને નિયમિત છટણી કરી વાડીમાં હવા ઉજાસ વધે તેમ કરવું._x000D_ • એપ્રીલ થી નવેમ્બર દરમ્યાન વાડીમાં પ્રકાશ પિંજર ગોઠવવું._x000D_ • બ્યુવેરીયા બેસીઆના (૪૦ ગ્રા/૧૦ લી પાણી) અથવા લીમડાના બીના મીંજમાંથી બનાવેલ દ્રાવણ (૫%) અથવા લીમડા આધારિત તૈયાર દવાઓ {૧૦ મિલિ (૧૦૦૦૦ પીપીએમ) થી ૪૦ મિલિ (૧૫૦૦ પીપીએમ) પ્રતિ ૧૦ લી પાણી} નો ૧૦-૧૫ દિવસે છંટકાવ કરતા રહેવું._x000D_ • ઉપદ્રવ વધતો જણાયતો પ્રોફેનોફોસ ૫૦ ઇસી ૧૦ મિલિ અથવા નોવાલ્યુરોન ૧૦ ઇસી ૧૦ મિલિ અથવા ક્વીનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિલિ અથવા લેમ્બડા સાયહેલોથ્રીન ૫ ઇસી ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો._x000D_ • રહી જતા દવાનો અવષેશોને ધ્યાને લઇ રાસાયણિક દવાનો છંટકાવ અને કેરી વીણવા વચ્ચે પુરોતો સમય ગાળો અવશ્ય જાળવવો._x000D_ ડૉ. ટી. એમ. ભરપોડા ભૂતપૂર્વ કીટ વિજ્ઞાન પ્રોફેસર બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - 388 110 (ગુજરાત ભારત) જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
203
0
અન્ય લેખો