ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
સલાહકાર લેખકૃષિ જાગરણ
જાણો, અમુલ ના સ્થાપકની કહાની, જેમને આજે આખો દેશ યાદ કરે છે !
થોડા દિવસો પહેલા જ શ્વેતક્રાંતિના પિતા ગણવામાં આવતા વર્ગીઝ કુરિયનનો જન્મદિવસ ગયો. આપને જણાવી દઈએ કે વર્ષ 2014 થી ડો. વર્ગીઝ કુરિયનનો જન્મદિવસ આપણા દેશમાં રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કેરળના કોઝિકોડમાં 26 નવેમ્બર 1921 ના રોજ જન્મેલા વર્ગીઝ કુરિયનના જન્મદિવસ નિમિત્તે આજે આપણે તેમની સાથે જોડાયેલી કેટલીક વિશેષ બાબતો પર પ્રકાશ પાડશું. નોંધપાત્ર વાત એ છે કે, આવતા વર્ષે ડૉ વર્જિન કુરિયન 100 વર્ષના થશે. તેમાં કોઈ શંકા નથી કે કુરિયન સાહેબ દ્વારા શરૂ કરાયેલી અમૂલ કંપની સેંકડો લોકોને દૂધના ઉત્પાદનો પહોંચાડવા માટે આજે સારી કામગીરી કરી રહી છે. આપણું દેશ દૂધ ઉત્પાદનમાં વિશ્વમાં ઘણું આગળ વધ્યું છે, અને આનો સંપૂર્ણ શ્રેય ડૉ. વર્ગીઝની મહાન અને સફળ વિચારસરણીને જાય છે. આપણે બધા આથી વાકેફ છીએ કે જ્યારે આપણા દેશમાં દૂધની તંગી હતી, ત્યારે જ તેમણે વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશોમાં ભારતનું નામ ઉમેર્યું. ડૉ.વર્ગીઝ જ હતા જે 1970 માં ભારતમાં ઓપરેશન ફ્લડ ના રૂપ માં દુનિયા ની સૌથી મોટો ડેરી ડેવલોપમેન્ટ પ્રોગ્રામ લઈને આવ્યા. સફેદ ક્રાંતિ દ્વારા ભારતમાં દૂધનું ઉત્પાદન વધ્યું અને મોટી સંખ્યામાં લોકો ડેરી ઉદ્યોગમાં જોડાયા. પ્રથમ વખત, વિશ્વમાં કોઈએ ગાયના પાવડરને બદલે ભેંસનો પાવડર બનાવ્યો .1955 માં કુરિયનને નવી તકનીકની શોધ કરીને ભેંસના દૂધનો પાવડર બનાવ્યો. કેવી રીતે થઇ શરૂઆત 1949 માં, કુરિયને ભારતમાં દૂધનું ઉત્પાદન વધારવા માટે કૈરા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ એસોસિએશન લિમિટેડ (KDCMPUL) નામની ડેરી નું કામ સંભાળ્યું. વર્ગીઝ કુરીયને સમાન સંભાળ્યા પછી દૂધ ઉત્પાદનમાં ક્રાંતિ આવી. આ પછી, KDCMPUL સહકારી મંડળીઓ બનાવવામાં આવી. દૂધના ઉત્પાદનમાં થયેલા વધારાને ધ્યાનમાં લઈને, પ્લાન્ટ લગાવવાનો વિકલ્પ બનાવવામાં આવ્યો હતો જેથી દૂધનો સંગ્રહ કરી શકાય. અમૂલનું નામ કેવી રીતે પસંદ કરાયું? કુરિયન KDCMPUL નું નામ બદલીને વિશ્વવ્યાપી નામ બનાવવાનું વિચારી રહ્યા હતાં. આ કરવા માટે, તેમને તેના પ્લાન્ટના તમામ કર્મચારીઓની સૂચના પર, KDCMPUL નું નામ બદલીને અમૂલ રાખ્યું, આજે દેશના ૧.૬ કરોડ થી વધુ દૂધ ઉત્પાદકો અમૂલ પ્લાન્ટ જેવા મોટા દૂધ ઉત્પાદકો સાથે સંકળાયેલા છે. ભારતમાં આ દૂધ ઉત્પાદકો તેમના દૂધને અમૂલ સુધી પહોંચાડવા માટે 1,85,903 ડેરી કો-ઓપરેટીવ મંડળીઓની મદદ થી અમુલ સુધી દૂધ પહોંચાડવાનું કામ કરે છે. આ જ કારણ છે કે આજે દેશમાં અમૂલની સૌથી વધુ પ્રોડક્ટ નો ઉપયોગ કરવામાં આવે છે. ડો વર્ગીઝ કુરિયનને કયા એવોર્ડ મળ્યા? ભારત સરકાર દ્વારા અમૂલના સ્થાપક ડૉ.વર્ગીઝ કુરિયનને પદ્મવિભૂષણ, પદ્મ શ્રી, પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તદુપરાંત, તેમને કમ્યુનિટિ લીડરશીપ માટે રેમન મેગ્સેસે એવોર્ડ, કાર્નેગી વાટલર વિશ્વ શાંતિ પુરસ્કાર અને ઇન્ટરનેશનલ પર્સન ઓફ ધ યર જે અમેરિકા દ્વારા આપવામાં આવ્યો હતો. સફેદ ક્રાંતિના પિતામહ વર્ગીઝ કુરિયન નો 9 સપ્ટેમ્બર 2012 ના રોજ અવસાન પામ્યા હતા, પરંતુ તેમણે ભારતને આવી વસ્તુ આપી, જેના માટે તેઓ હંમેશા યાદ રહેશે.
17
1
સંબંધિત લેખ