AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જલ્દી જ આવશે DRDOની કોરોના દવા 2DG, દર્દીઓ માટે ‘રામબાણ’ !
સ્વાસ્થ્ય સલાહVTV ન્યૂઝ
જલ્દી જ આવશે DRDOની કોરોના દવા 2DG, દર્દીઓ માટે ‘રામબાણ’ !
👉 2-ડીજીનો પહેલો જથ્થો આવતા અઠવાડિયે લોન્ચ થશે 👉 ડીસીજીઆઈની 8 મેએ DRDO દ્વારા વિકસિત કોવિડની દવાને ઈમરજન્સી મંજૂરી 👉 એપ્રિલ 2020માં પ્રયોગ શરુ થયો હતો 👉 2-ડીજીનો પહેલો જથ્થો આવતા અઠવાડિયે લોન્ચ થશે કોરોનાને પહોંચી વળવા માટે DRDO દ્વારા વિકસિત દવા 2-ડીજીની 10 હજાર ડોઝનો પહેલો જથ્થો આવતા અઠવાડિયે લોન્ચ થશે અને આને દર્દીઓને આપવામાં આવશે. DRDOના અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી છે. અધિકારીઓએ કહ્યુ કે ભવિષ્યમાં દવાના ઉપયોગ માટે ઉત્પાદન કર્તા દવા માટે ઉત્પાદનને વધારી રહ્યા છે. આ દવા ડીઆરડીઓના વૈજ્ઞાનિકોની એક ટીમ બનાવી છે. જેમાં અનંત નારાયણ ભટ્ટ પણ સામેલ હતા. DRDO દ્વારા વિકસિત કોવિડની દવાને ઈમરજન્સી મંજૂરી : 👉 ઉલ્લેખનીય છે કે ડીસીજીઆઈએ 8 મેએ DRDO દ્વારા વિકસિત કોવિડની દવાને ઈમરજન્સી મંજૂરી આપી છે. મોઢાના માધ્યમથી લેવામાં આવનારી દવા કોરોનાના ગંભીર લક્ષણો વાળા દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાની પરવાનગી આપી છે. મંત્રાલયે જણાવ્યુ કે ચિકિત્સકીય પરિક્ષણમાં સામે આવ્યુ કે 2-ડીઓક્સી ડી ગ્લૂકોજ (2ડીજી) દવા હોસ્પિટલમાં દાખલ દર્દીઓ જલ્દી સાજા થવામાં મદદ મળશે. સાથે સાથે વધારે ઓક્સિજનની નિર્ભરતાને પણ ઘટાડશે. આ રીતે લેવામાં આવે છે દવા 👉 2 ડીજી દવા પાઉડરના રુપમાં પેકેટમાં આવે છે. આને પાણીમાં ઘોળીને પીવામાં આવે છે. દવાની અસરની વાત કરવામાં આવે તો જે લક્ષણો વાળા દર્દીઓને 2ડીજીથી સારવાર કરવામાં આવી તે સારવાર પ્રક્રિયા (એસઓસી)થી પહેલા સાજા થયા. એપ્રિલ 2020માં પ્રયોગ શરુ થયો હતો એપ્રિલ 2020માં મહામારીની પહેલી લહેર દરમિયાન આઈએનએમએએસ-ડીઆરડીઓના વૈજ્ઞાનિકોએ હૈદરાબાદ સ્થિત સેન્ટર ફોર સેલ્યૂલર એન્ડ મોલિક્યૂલ બાયોલોજીની સાથે મળીને પ્રયોગશાળામાં પ્રયોગ કર્યો અને જોયુ કે આ અણુ સાર્સ કોવ-2 વાયરસની વિરુદ્ધ અસરકારક છે અને વાયરસના સંક્રમણને વધવાથી રોકી શકે છે. દવાથી ઓક્સિજન નિર્ભરતા સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ 👉 ત્રીજા તબક્કામાં ચિકિત્સકિયી પરીક્ષણના આંકડા ડીસીજીઆઈની સામે રજૂ કરવામાં આવ્યા છે. જેના પરિણામ મુજબ 2ડીજી દવાના લક્ષણો વાળા દર્દીઓમાં ઉલ્લેખનીય સુધાર થયો અને ત્રીજા દિવસથી જ એસઓસીની સરખામણીમાં આ દવાથી ઓક્સિજન નિર્ભરતા (31 ટકાની સરખામણીએ 42 ટકા) સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ. આ રીતનો સુધારો 65 વર્ષની ઉંમરમાં જોવા મળ્યો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : VTV ન્યૂઝ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
12
5