ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
જમીન સુધરશે સાથે ઉત્પાદન પણ વધશે
🥜ઉનાળા માં ઘણા ખેડૂતો મગફળી નું વાવેતર કરતા હોય છે. પાક ને પૂરું પોષણ ના મળે તો ઉત્પાદન ઓછું મળતું હોય છે તો ચાલો જાણીએ કે મગફળી ના પાકમાં પાયા ના ખાતર કયાં ક્યાં ખાતર નાખી શકીએ જેને કારણે પાક નો વૃદ્ધિ વિકાસ અને ઉત્પાદન માં વધારો થાય.
🥜મગફળીનો પાક કઠોળ વર્ગનો હોવાથી તેના મૂળ ઉપર રહેલી મૂળ ગંડીકાઓ હવામાં રહેલા નાઈટ્રોજનનો ઉપયોગ કરી છોડને પૂરો પાડે છે.
🥜જેથી આ પાકને નાઈટ્રોજન તત્વની ઓછી જરૂરિયાત રહે છે.
🥜પાકની વાવણી કરતા પહેલા પાયાના ખાતર તરીકે એક એકર જમીન માટે 43 -45 કિલો ડીએપી અને 5 કિલો યુરીયા નાખવું
🥜તેમજ નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ જેવા પોષક તત્વોની દ્રાવ્યતા અને ઉપલબ્ધતા વધારવા અને જમીનમાં કાર્બન અને નાઈટ્રોજનનું પ્રમાણ જાળવવામાં માટે સંચાર ખાતર 10 કિલો આપવું.
🥜જો જમીનમાં સલ્ફરની ઉણપ હોય તો એક એકર 6 કિલો સલ્ફર મેક્સ આપવું.
👉સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો!