AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જમીન વગર થશે શાકભાજી ની ખેતી
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
જમીન વગર થશે શાકભાજી ની ખેતી
💧ટેકનોલોજીના આ યુગમાં દરેક ક્ષેત્રની સાથે એગ્રીકલ્ચર સેક્ટરમાં પણ બદલાવ આવ્યો છે. 👨🏻‍🌾ખેડૂતો પરંપરાગત ખેતીની સાથે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેતી કરી રહ્યા છે. કૃષિ ક્ષેત્રે હાલમાં હાઈડ્રોપોનિક્સ પદ્ધતિ દ્વારા ખેતી થઈ રહી છે. આ પ્રકારની ખેતી માટે માટી કે જમીનની જરૂરિયાત રહેતી નથી. 💧હાઈડ્રોપોનિક્સ પદ્ધતિથી ખેતી કરવા માટે પાણીની જરૂરિયાત રહે છે. આ સાથે જ પોષક તત્વોની મદદથી પાકનું સારૂ ઉત્પાદન લઈ શકાય છે. હાઈડ્રોપોનિક્સ ટેક્નોલોજી દ્વારા મળતા પાક ઉત્પાદનના ભાવ બજારમાં સારા મળે છે. 💧હાઈડ્રોપોનિક્સ ટેકનોલોજી લોકપ્રિય બની રહી છે અને 💶ખેડૂતોની આવકમાં પણ વધારો થયો છે. આ ખેતીમાં પાણીની સાથે ખનિજ તત્વો અને પોષક તત્ત્વોને છોડના મૂળ સુધી પહોંચાડવામાં આવે છે. આ પદ્ધતિ દ્વારા ખેતીમાં વધારે અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી શકાય છે. 💧જો પોષક તત્વોની વાત કરવામાં આવે તો તેમાં ફોસ્ફરસ, નાઈટ્રોજન,મેગ્નેશિયમ, કેલ્શિયમ, પોટાશ, ઝિંક, સલ્ફર, આયર્ન વગેરેનો સમાવેશ થાય છે. આ પોષક તત્વોના કારણે પાક ઉત્પાદનમાં 25 થી 30 ટકાનો વધારો થાય છે. 💧હાઈડ્રોપોનિક્સ પદ્ધતિમાં પ્લાસ્ટિકની પાઈપમાં હોલ બનાવવામાં આવે છે એટલે કે કાણા પાડવામાં આવે છે. આ હોલમાં જ છોડનું વાવેતર કરવામાં આવે છે. માત્ર પાણીના ઉપયોગથી જ છોડ 25 થી 30 ટકા વધુ વિકસે છે. 💧ખેડૂતો હાઇડ્રોપોનિક્સ ટેક્નોલોજી દ્વારા શાકભાજી પાકો જેવા કે, 🌶️કેપ્સિકમ, 🍅ટામેટા, 🥦પાલક, 🥒કાકડી, લીલા મરચા, કારેલા વગેરેની ખેતી કરી રહ્યા છે. બજારમાં શાકભાજીની માગ હંમેશા રહે છે તેથી તેના ભાવ પણ સારા મળે છે. આ પદ્ધતિ દ્વારા ખેતી કરીને વધારે નફો મેળવી શકે છે. 👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
25
0
અન્ય લેખો