AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જમીન નું સૌરીકરણ કરી કૃમિને ઉભી પૂંછડીએ ભગાડો !
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
જમીન નું સૌરીકરણ કરી કૃમિને ઉભી પૂંછડીએ ભગાડો !
▶ રીંગણ, મરચી, ટામેટી, ભીંડા, કોબીજ અને અન્ય શાકભાજીના પાકોનો આ છુપો દુશ્મન ગણાય. ▶ ધરુવાડિયામાં જો કૃમિ નિયંત્રણ ન કરો તો એક પણ છોડ તૈયાર કરી શકતા નથી. ▶ કૃમિ મૂળ ઉપર રહી ગંડિકા બનાવી રસ ચૂસે છે જેથી છોડને પુરતો ખોરાક ન મળવાથી સુકાઇ જાય છે. ▶ આપણી પાસે કૃમિનાશક દવાઓ પણ એકાદ બે છે અને હવે આનો પ્રશ્ન વધતો જાય છે. ▶ સોઇલ સોલરાઇઝેશન દ્વારા જમીનનું તાપમાન વધારી રોગ-જીવાત અને કૃમિનું અસરકારક રીતે નિયંત્રણ કરી શકાય છે. ▶ આખા ખેતરમાં ન થઈ શકે તેમ હોય તો આપ જે પણ શાકભાજીનું ધરુવાડિયું બનાવવાનો છો તે ટૂંકી જગ્યામાં તો ખાસ કરો અને જૂઓ કેટલો લાભ થાય છે. 👉 પારદર્શી પ્લાસ્ટિકનું હવાચુસ્ત આવરણ કરવાથી સૂર્યના કિરણોની મદદથી જમીનમાં 10 સે.ગ્રે. તાપમાન વધી જતો હોય છે જે રોગકારક ફૂગ, જીવાત અને કૃમિનું અસરકારક રીતે નિયંત્રણ થાય છે. 👉 સૌરીકરણ એપ્રિલ, મે અને જૂન મહિનામાં કે જ્યારે ગરમીનું પ્રમાણ 32 થી 43 સે.ગ્રે. હોય ત્યારે કરવું. 👉 પ્લાસ્ટીક પાથરતા પહેલા જમીન ઉપર ઢેફા કે અન્ય કચરો ન રહે તે ધ્યાને રાખવું. 👉 પિયત આપ્યા પછી વરાપે જમીન ખેડી ભરભરી બનાવવી. ✔ કોઇ ખાતર આપવાનું હોય તે આપી જમીનમાં ભેળવી દેવું. ✔ તૈયાર થયેલ સમતલ જમીન ઉપર 25 માઇક્રોન (100 ગેજની) એલ.એલ.ડી.પી. પ્લાસ્ટિક શીટ પાથરવી અને તેની ખૂલ્લી ધારો જમીનમાં દબાવી દઈ હવાચુસ્ત કરવી. ✔ સારુ અને અસરકારક સૌરીકરણ માટે ઓછામાં ઓછા 15 દિવસ સુધી પ્લાસ્ટીક પાથરી રાખવું. ✔ જમીનમાં રહેલો ભેજ વરાળમાં રુપાંતરીત થઇને પરપોટીઓ સ્વરુપે પ્લાસ્ટીકની નીચે અંદરની સપાટીએ જમા થશે જે જમીનનું તાપમાન 10 થી 150 સે.ગ્રે. વધારશે. ✔ પ્લાસ્ટીક કાળજીપૂર્વક કાઢી લઇ સાફ કરી ફરી વ્યવસ્થિત મુંકવું. સારી ગુણવત્તાવાળુ પ્લાસ્ટીક બે થી ત્રણ વખત વાપરી શકાય છે. ➡ સોઇલ સોલરાઇઝેશનથી જમીનમાં રહેલા નિંદામણોના બીજ પણ નિષ્ક્રીય થતા નિંદણનો પ્રશ્ન પણ મહદઅંશે હલ કરી શકાય છે. ➡ જમીનજન્ય ફૂગ અને જીવાણૂંઓ કે જે છોડમાં કોહવારો પેદા કરે છે તેને અટકાવી શકાય છે. ➡ જમીનજન્ય જીવાતોના ઇંડા, ઇયળ કે પછી કોશેટા જમીનમાં હોય તે પણ આ પધ્ધતિથી નાશ પામે છે. ➡ કેટલીક ઇયળ કોશેટા રુપે સુશુપ્ત અવસ્થામાં જમીનમાં પસાર કરતી હોય છે તે પણ નાશ પામે છે દા.ત. થડ કાપી ખાનાર ઇયળ, પાન ખાનાર ઇયળ, કાતરાની ઇયળ વગેરે. ➡ આ પધ્ધતિથી જમીનના પીએચ, ઇસી, ફોસ્ફરસ કે નાયટ્રોજન લેવલ ઉપર કોઇ આડ અસર પડતી નથી. 🌟 પાથરેલ પ્લાસ્ટીક શીટને કોઇ પશુ-પ્રાણી નુકસાન ન કરે તેની કાળજી રાખવી. 🌟 આણંદ કૃષિ યુનિ.માં કરેલ એક અભ્યાસ પ્રમાણે આ પધ્ધતિથી હળદરના પાકમાં 43.5 ટકા કૃમિનું નિયંત્રણ કરી શકાયું અને તેને લીધે 118.4 ટકાનો ઉત્પાદનમાં વધારો થયો. 🌟 મર્યાદા: વધારે તાપમાન સહન કરી શકતી ફૂગ કે જીવાણૂંઓ અને તેનાથી થતા રોગનું નિયંત્રણ કરી શકાતું નથી. 🌟 આ પધ્ધતિની અસરકારકતા આ સમયગાળામાં રહેતા સૂર્યતાપ ઉપર રહે છે. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
20
2
અન્ય લેખો