કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
જમીન ખરીદતાં પહેલાં રાખો ધ્યાન
👉જો તમે તમારા ખેતરમાં મકાન 🏠બનાવવા જઈ રહ્યા છો અથવા ખેતર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને આ તમામ બાબતોની જાણકારી હોવી જરૂરી છે. જણાવી દઈએ કે, ખેતર પર સંપૂર્ણપણે તમારી માલિકી હોવા છતાં તમે સરકારની મંજૂરી મળ્યા વિના આ જમીનનો ઉપયોગ મકાનના બાંધકામ માટે નથી કરી શકતા.
👉કઈ જમીન કહેવાય🤔 છે ખેતીની જમીન? - ભારતના દરેક રાજ્યોમાં સામાન્ય રીતે જે જમીન પર આપણે પાક લેતાં હોઈએ છીએ, તેને ખેતીની જમીન કહેવામાં આવે છે. તેમાં એવી તમામ જમીનનો સમાવેશ થાય છે, જ્યાં વાર્ષિક પાક લણવામાં આવે છે. આ ઉપરાંત એવી જમીનોને પણ કૃષિની જમીન જાહેર કરવામાં આવી છે, જે જમીન સ્થાનિક ગૌચર, ખેતી અને અન્ય ઉપયોગ માટે લેવાય છે.
👉જમીન ખરીદતાં પહેલાં આ 🤔બાબતોનું રાખો ધ્યાન- કાયદા અનુસાર ખેતીની જમીન પર મકાન, કારખાનાં, ઉદ્યોગ નિર્માણની મંજૂરી નથી. આ માટે સૌપ્રથમ તમારે આવી જમીનને નોન-એગ્રિકલચરમાં રૂપાંતરિત કરવાની રહેશે. જો તમે મકાન બનાવવા માટે જમીન ખરીદી રહ્યા હોવ તો તમારે પહેલાં એ જાણી લેવું જોઈએ કે આ જમીન NA થયેલી છે કે કેમ.
👉ખેતીની જમીનને NA કેવી 🤔રીતે કરાવવી? - ભારતના દરેક રાજ્યોમાં કૃષિની જમીનને નોન-એગ્રિકલચરલ લેન્ડમાં રૂપાંતરિત કરવા માટે અલગ-અલગ નિયમ અને પ્રક્રિયાઓ છે. આ માટે જમીન રૂપાંતરણનું કારણ જણાવતું એક આવેદનપત્ર ભૂ રાજસ્વ વિભાગના અધિકારીને મોકલવું જરૂરી છે. ખેતીની જમીનને NA કરવા માટે સંપત્તિ અને તેની સ્થાનીયતાના આધારે એક ફરજીયાત ફી ચુકવવાની રહે છે.
👉આ પ્રક્રિયામાં તમારે જમીનની હદ, પાક અને જમીનનો પ્રકાર, અગાઉના અને હાલના માલિકોના નામ સહિતની વિગતોની જાણકારી આપવી જરૂરી છે. તમામ બાકી રહેલા લેણાં ચૂકવવા આવશ્યક છે અને આવેદન સાથે ચુકવણીના પુરાવાની નકલો જોડવી જરૂરી છે. ડેપ્યુટી કમિશનર અથવા કલેક્ટર ત્યારે જ જમીન રૂપાંતરણની મંજૂરી આપશે, જ્યારે તેમને ખાતરી આપવામાં આવે કે તમામ જરૂરી શરતો પૂરી થઈ ગઈ છે અને જમીન પર કોઈ લેણાં કે કેસ નથી.
👉સંદર્ભ : Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર !