કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
જમીન ખરીદતાં ડોક્યુમેન્ટ કરો ચેક
😱નાનકડી ભૂલ અને તમે ખરીદેલી જમીન કોઈ બીજાના નામે થઈ જતા વાર પણ નહીં લાગે. માટે હંમેશા જમીન ખરીદતાં પહેલા આ ડોક્યુમેન્ટ ખાસ ચેક કરો.
👉ઘણીવાર આપણે એવા કિસ્સા જોઈએ છે કે એક જ મકાન કે જમીનના નામ પર બે-બે ત્રણ-ત્રણ માલિક નોંધાયેલા હોય છે. અને આવી રીતે છેતરાયા પછી તમારી પાસે તમે જ સાચા માલિક છો તે સાબિત કરવા માટે કોર્ટના ચક્કર કાપવા સિવાય કોઈ રસ્તો બચતો નથી. તેવામાં કોઈપણ જમીન કે મકાન ખરીદતા પહેલા તમારે બધા જ ડોક્યુમેન્ટ બરાબર ચેક કરવા જોઈએ. જમીનના કાયદેસર ડોક્યુમેન્ટ મામલે રજિસ્ટ્રીને જ મુખ્ય માન્યતા આપવામાં આવી છે અને સૌથી વધુ ગરબડ પણ તેમાં જ કરવામાં આવે છે. તેવામાં આજે અમે તમને આજે એવી બાબતો જણાવીશું જેનાથી તરત જ ખબર પડી જશે કે આ જગ્યા બીજા કોઈને નામે તો રજિસ્ટર થયેલી નથીને.
👉જમીન રજિસ્ટ્રી પછી બાદ સૌથી જરુરી કામ છે દાખલો રદ કરવો એટલે કે માલિકનું નામ ફેરવવું. આ કામ રજિસ્ટ્રીના 2-3 મહિનાની અંદર જ કરી લેવું જોઈએ. ઘણીવાર આ કામ થતું નથી અને રેકોર્ડમાં જૂના માલિકનું નામ બોલતું હોય છે. હવે બીજા ખરીદદારને તે જ જમીન દેખાડીને વેચી દેવામાં આવે છે. તેમજ તેના દ્વારા નામ બાકાત અને ચઢાવ્યા પહેલા ફરી તે જમીનને ત્રીજા અને ચોથા વ્યક્તિને વેચી દેવામાં આવે છે.આમ એક જ મિલકતની એકથી વધુ રજિસ્ટ્રી થઈ જાય છે. હવે જ્યારે બિલ્ડર જમીન ખરીદે છે ત્યારે તેનો ગાટા નંબર એક જ હોય છે પછી ભલે તે જગ્યામાં 20 નાના પ્લોટ બનાવીને વેચે. દરેક પ્લોટના ડોક્યુમેન્ટમાં ગાટા નંબર એક જ હોય છે. તમે આ ગાટા નંબરથી રેકોર્ડ ચેક કરી શકો છો અને હવે આ માટે તમારે રાજસ્વ વિભાગમાં જવાની પણ જરુર નથી.આ કામ ઓનલાઈન પણ થઈ શકે છે.
👉તેથી હવે જ્યારે પણ કોઈ જમીન કે પ્લોટ ખરીદવા માગો છો તો પહેલા તેના રેકોર્ડ ચેક કરો અને રજિસ્ટ્રાર ઓફિસમાં જઈને પણ તપાસ કરો કે આ જમીન કોઈને વેચવામાં તો નથી આવીને. તેમજ જમીન ખરીદીને જેવી રજિસ્ટ્રી કરાવો તેના નિશ્ચિત સમય પછી તરત જ તેમાં નામ કમી કરવવા અને દાખલ કરવવાની પ્રોસેસ પણ કરાવી લો. કોઈપણ નિર્ણય લેતા પહેલા કાયદાના જાણકાર અને તમારા વકીલની સલાહ લેવી જરુરી છે.
👉સંદર્ભ : Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!