AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જમીનના પરીક્ષણ માટે માટીનો નમૂનો કેવી રીતે લેવો
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જમીનના પરીક્ષણ માટે માટીનો નમૂનો કેવી રીતે લેવો
તાજેતરના સમયમાં, એવું જોવા મળ્યું છે કે ખેડૂતો જમીનના આરોગ્ય તરફ બેદરકારી બતાવે છે સેન્દ્રિય ખાતરોના અભાવ અને રાસાયણિક ખાતરોના અસમતોલ ઉપયોગથી જમીનની ઉત્પાદકતામાં ઘટાડો થયો છે. તેથી ખેડૂત દર બે વર્ષે જમીનનું પરીક્ષણ કરાવે તે જરૂરી છે .
જમીનનો નમુનો કેવી રીતે લેવો? • પાકની લણણી પછી ત્રણ મહિને અથવા વાવણી પહેલાં, સેન્દ્રિય અને રાસાયણિક ખાતરો આપતા પહેલાં અથવા તે પછી જમીનનો નમૂનો લેવો જોઈએ. જમીનના પરીક્ષણ માટે 1/2 કિલો માટીનો નમૂનો જરૂરી છે. • જમીનના પરીક્ષણ માટે, ખેતરમાંથી સર્પાકાર રીતે 8 થી 10 જુદી જુદી જગ્યાઓ નક્કી કરીને માટી લેવી જોઈએ. • માટીનો નમૂનો લેતી વખતે, 15 થી 20 સેન્ટિમીટરના વી આકારના ખાડા ખોદવા, અને તેની એક બાજુથી માટી લેવી. નમુનો 2 થી 3 સેમી જાડા સ્તરની જમીનમાંથી લેવો. • 8 થી 10 સ્થળોમાંથી માટીના નમૂના લીધા પછી, માટી માંથી પત્થરો, લાકડીઓ અને કચરો કાઢી નાખવો. • સ્ટીલના વાટકામાં જમીનના તમામ નમૂનાઓને સારી રીતે ભેળવી અને તેને ચાળી લેવા,પછી બેગમાં 1/2 કિગ્રા માટી લેવી જોઈએ. માટીના નમૂના જે ખેતરમાંથી લેવામાં આવ્યા છે તે ખેડૂતનું નામ, ગામનું નામ, ખેતરનો સર્વે નંબર લખો માટીના નમૂનાની બેગ પર તે કાગળ મૂકો અથવા ચોંટાડો, અને પછી માટીને પરીક્ષણ માટે આપો. માટી પરીક્ષણનો હેતુ પાકની ખેતી માટે જમીનમાં પોષક તત્વોની ઉણપને કારણે તેની ચકાસણી માટે અને તેને પરિપૂર્ણ કરવા માટે જરૂરી પગલાં નક્કી કરવા માટે માટી પરીક્ષણ જરૂરી છે. સંદર્ભ- એગોસ્ટાર એગ્રોનોમી સેન્ટર એક્સેલન્સ, 27 ડિસેમ્બર 17
168
0