AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જમા કરો 199 રૂપિયા, મેચ્યોરિટી પર મળશે 3 લાખ 10 હજાર રૂપિયા !
યોજના અને સબસીડીGSTV
જમા કરો 199 રૂપિયા, મેચ્યોરિટી પર મળશે 3 લાખ 10 હજાર રૂપિયા !
અહીંયા તમને પોસ્ટ ઓફિસની એક એવી ઇન્શ્યોરસન પોલિસી અંગે જણાવવા જઈ રહ્યા છે જે તમારું આખું જીવન કવર કરી શકે છે. આ પોલિસી અંગે જણાવતા પહેલા કહી દઈએ કે પોસ્ટલ લાઈફ ઇન્શ્યોરન્સ IRDAIના ડાયરામાં આવતી નથી અને એમાં પોલિસી હોલ્ડરને બમ્પર બોનસનો લાભ આપે છે. પોસ્ટ ઓફિસની જે સ્કીમની વાત કરવા જઈ રહ્યાં છે એનું નામ છે Gram Suraksha અથવા ફરી પોસ્ટ ઓફિસ Whole Life Assurance. એલિજિબિલિટીની વાત કરીએ તો મિનિમમ એન્ટ્રી ઉમર 19 વર્ષ અને મેક્સિમમ એન્ટ્રી ઉમર 55 વર્ષ છે. મિનિમમ સમ એશ્યોર્ડ 10 હજાર રૂપિયા છે અને મેક્સિમમ સમ એશ્યોર્ડ 10 લાખ રૂપિયા છે. ચાર વર્ષ પછી લોનની સુવિધા ઉપલબ્ધ છે. ત્રણ વર્ષ પછી આ પોલિસીને સરેન્ડર કરી શકાય છે. ઇન્ડિયા પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ મોબાઈલ એપ ઉપલબ્ધ જાણકારી મુજબ, પ્રતિ હજાર સમ એશ્યોર્ડ પર બોનસ 60 રૂપિયા છે. મતલબ એક લાખ સમ એશ્યોર્ડ પર એક વર્ષનું બોપસ 6000 રૂપિયા હોય છે. 60 વર્ષની ઉમર સુધી જમા કરાવવાનું રહેશે પ્રીમિયમ Post Office Gram Suraksha માટે 60 વર્ષની ઉમર સુધી પ્રીમિયમ જમા કરાવવાનું રહેશે. મેચ્યોરિટી એજ 50, 55, 58 અને 60 વર્ષ છે. આ પોલિસીની ખાસ વાત એ છે કે વીમિત વ્યક્તિની મોત થઇ જવા પર નોમિનીને મેચ્યોરિટીનો લાભ મળે છે અથવા ફરી વીમિત વ્યક્તિના 80 વર્ષ પુરા થવા પર એને મેચ્યોરિટીનો લાભ મળે છે. કેટલી હશે મેચ્યોરિટી અમાઉન્ટ એવામાં માની લેવો કે Aએ 25 વર્ષની ઉમરમાં 1 લાખ રૂપિયા સમ એશ્યોર્ડમાં આ સ્કીમ ખરીદી છે તો 50 વર્ષની મેચ્યોરિટી માટે એનું પ્રીમિયમ 199 રૂપિયા મંથલી, 55 વર્ષ માટે મંથલી પ્રીમિયમ 183 રૂપિયા, 58 વર્ષ માટે 178 રૂપિયા અને 60 વર્ષ માટે 172 રૂપિયા પ્રીમિયમ હશે. મેચ્યોરિટીની વાત કરીએ તો 50 વર્ષ માટે મેચ્યોરિટી 2.5 લાખ રૂપિયા, 55 વર્ષ માટે 2.8 લાખ રૂપિયા, 58 વર્ષ માટે 2.98 લાખ રૂપિયા અને 60 વર્ષ માટે 3.10 લાખ રૂપિયા હશે. કેટલું જમા થશે પ્રીમિયમ ? જો A 50 વર્ષ સુધી પ્રીમિયમ જમા કરે છે તો એના પ્રીમિયમની ટોટલ અમાઉન્ટ 59700 રૂપિયા થશે. 55 વર્ષ માટે જમા પ્રીમિયમ 71640 રૂપિયા, 58 વર્ષ માટે 78804 રૂપિયા અને 60 વર્ષ માટે પ્રીમિયમ અમાઉન્ટ 86580 રૂપિયા થશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : GSTV આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
19
10
અન્ય લેખો