AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જમા કરો માત્ર 95 રૂપિયા અને મેળવો 14 લાખ, જાણો કેવી રીતે !
યોજના અને સબસીડીVTV ન્યૂઝ
જમા કરો માત્ર 95 રૂપિયા અને મેળવો 14 લાખ, જાણો કેવી રીતે !
- પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં લગાવો પૈસા - માત્ર 95 રૂપિયા જમા કરો અને મેળવો 14 લાખ - ફંડ ભેગું કરવું હોય તો આ સ્કીમ છે બેસ્ટ - પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોજ માત્ર 95 રૂપિયા જમા કરીને 14 લાખ રૂપિયાનું ફંડ બનાવી શકાય છે. આ ખાસ સ્કીમનું નામ છે ગ્રામ સુમંગલ ગ્રામીણ ડાક જીવન યોજના. આ પોલિસી તે લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે જેમને સમયાંતરે પૈસાની જરૂર પડે છે. - આ પોલિસીની અવધિ 15 વર્ષ અને 20 વર્ષ છે - પોલિસી લેવા માટે ન્યૂનતમ ઉંમર 19 વર્ષ - 15 વર્ષની પોલિસી લેવા માટે મહત્તમ ઉંમર 45 વર્ષ છે - 20 વર્ષ માટે પોલિસી લેવાની મહત્તમ વય મર્યાદા 40 વર્ષ સુધી નક્કી કરવામાં આવી છે - કોઈપણ ભારતીય નાગરિક આ યોજનાનો લાભ લઈ શકે છે - આમાં મહત્તમ વીમા રકમ 20 લાખ રૂપિયા સુધી ઉપલબ્ધ છે 🔹પોલિસીના ફાયદા: 15 વર્ષની પોલિસી- 6 વર્ષ, 9 વર્ષ અને 12 વર્ષ પૂર્ણ થવા પર 20% અને મેચ્યોરિટી મુદત પર બોનસ સાથે 40 ટકા મળશે. 20 વર્ષની પોલિસી- 8 વર્ષ, 12 વર્ષ અને 16 વર્ષ પૂર્ણ થવા પર 20% અને મેચ્યોરિટી મુદત પર બોનસ સાથે 40 ટકા મળશે. 🔹જાણો શુ છે પોસ્ટિ ઓફિસ પ્લાન? પોસ્ટ ઓફિસની આ એન્ડોમેન્ટ સ્કીમ છે, તેમાં મની બેક સાથે મેચ્યોરિટી પર એક સાથે રૂપિયા આપવામાં આવે છે. રૂરલ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ સ્કીમની શરૂઆત ભારત સરકારે 1995માં કરી હતી. તેના હેઠળ ગ્રામ સુમંગલ સ્કીમ પણ આવે છે. તેના હેઠળ બીજી પાંચ વીમા સ્કીમ ઓફર કરવામાં આવે છે. 🔹કેવી રીતે મળશે 14 લાખ રૂપિયા? માની લો કે કોઈ 25 વર્ષની વ્યક્તિ 7 વર્ષ સમ એશ્યોર્ડ સાથે એક પોલિસી ખરીદે છે. તો તેને વાર્ષિક 32,735 રૂપિયા ચુકવવાના રહેશે. 6 મહિનાનું પ્રીમિયમ 16,715 અને ત્રિમાસિક પ્રીમિયમ 8449 રૂપિયા આવશે. આ પ્રકારે વ્યક્તિને દર મહિને 2853 રૂપિયા ચુકવવા પડશે. એટલે લગભગ 95 રૂપિયા દરરોજ પ્રીમિયમ તરીકે ચુકવવાના રહેશે. આ પોલિસી 20 વર્ષ માટે હશે. તમારે 8મા, 12મા અને 16મા વર્ષે 20-20 ટકાના હિસાબે 1.4-1.4 લાખ રૂપિયા મની બેક તરીકે આપવામાં આવશે. 🔹બોનસની વાત કરીએ તો આ સ્કીમમાં દર વર્ષે 48 રૂપિયાનું બોનસ મળે છે. સાત લાખ રૂપિયા સમ એશ્યોર્ડ બોનસ એક વર્ષમાં 33,600 રૂપિયા થયું. 20 વર્ષ માટે આ રકમ 6.72 લાખ રૂપિયા થઇ જશે. 20મા વર્ષે તમને બાકી વધેલા 2.8 લાખ રૂપિયા પણ મળશે. બધાં પૈસા જોડવામાં આવે તો તમને કુલ 19.72 લાખ રૂપિયા મળે છે. વંદે માતરમ સેલ ની એક ઝલક https://youtu.be/dZ1HRZ5PD9A 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : VTV ન્યુઝ આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
33
14
અન્ય લેખો