સમાચારVTV ન્યૂઝ
જબરદસ્ત પ્લાન, માત્ર 1 રૂપિયો વધુ આપીને મેળવો 84 જીબી ડેટા અને અન્ય ધાંસૂ સુવિધાઓ !
એરટેલ પાસે અલગ અલગ વેલિડિટી અને બેનિફિટ્સવાળા અનેક પ્લાન ઉપલબ્ધ છે. આ જ કારણથી ઘણીવખત યુઝર્સ આટલા બધાં પ્લાન્સમાંથી યોગ્ય પ્લાનની પસંદગી કરી શકતો નથી. જેથી આજે અમે તમને એરટેલના એવા બે ખાસ પ્લાન વિશે જણાવીશું. જેમાં માત્ર 1 રૂપિયાનો ફરક છે અને 1 રૂપિયો એક્સ્ટ્રા આપીને તમે ડબલ વેલિડિટીનો ફાયદો ઉઠાવી શકો છો. મેળવો ડબલ વેલિડિટી જો તમે એરટેલ યુઝર છો અને 400 રૂપિયાથી ઓછી કિંમતના પ્લાનમાં રિચાર્જ કરાવવા માંગો છો તો તમે 398 રૂપિયા અને 399 રૂપિયાના બે પ્લાનમાં રિચાર્જ કરી શકો છો. 398 રૂપિયાના પ્લાનમાં તમને 28 દિવસ અને 399 રૂપિયાના રિચાર્જમાં તમને 56 દિવસની વેલિડિટી મળે છે. એટલે કે માત્ર 1 રૂપિયો એક્સ્ટ્રા આપીને ડબલ વેલિડિટી મેળવી શકો છો. ખાસ વાત એ છે કે, આ બંને પ્લાનમાં રોજ મળતો ડેટા અલગ છે પરંતુ કુલ ડેટા સમાન જ છે. ચાલો જાણીએ. 398 રૂપિયાનો પ્લાન એરટેલના 398 રૂપિયાનો પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. આમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને રોજ 100 એસએમએસ મળે છે. આ પ્લાનમાં રોજ 3 જીબી ડેટા મળે છે. આ રીતે યુઝરને કુલ 84 જીબી ડેટા મળે છે. પ્લાનમાં પ્રાઈમ વીડિયોનું મોબાઈલ એડિશન ફ્રી ટ્રાયલ પણ મળે છે. આ સિવાય Airtel Xstream Premium, અનલિમિટેડ ચેન્જની સાથે ફ્રી હેલોટ્યૂન્સ, વિંક મ્યુઝિક, 1 વર્ષની વેલિડિટી સાથે Shaw Academyનું ફ્રી ઓનલાઈન કોર્સ અને ફાસ્ટેગની ખરીદી પર 100 રૂપિયા કેશબેક પણ મળે છે. 399 રૂપિયાનો પ્લાન એરટેલના 398 રૂપિયાનો પ્લાન 56 દિવસની વેલિડિટી સાથે આવે છે. આમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને રોજ 100 એસએમએસ મળે છે. આ પ્લાનમાં રોજ 1.5 જીબી ડેટા મળે છે. આ રીતે યુઝરને કુલ 84 જીબી ડેટા મળે છે. પ્લાનમાં પ્રાઈમ વીડિયોનું મોબાઈલ એડિશન ફ્રી ટ્રાયલ પણ મળે છે. આ સિવાય Airtel Xstream Premium, અનલિમિટેડ ચેન્જની સાથે ફ્રી હેલોટ્યૂન્સ, વિંક મ્યુઝિક, 1 વર્ષની વેલિડિટી સાથે Shaw Academyનું ફ્રી ઓનલાઈન કોર્સ અને ફાસ્ટેગની ખરીદી પર 100 રૂપિયા કેશબેક પણ મળે છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : VTV ન્યૂઝ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
25
2
સંબંધિત લેખ