AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જનધન ખાતા ધારકોને મળશે 10 હજાર રૂપિયાનો લાભ!
સમાચારએગ્રોસ્ટાર
જનધન ખાતા ધારકોને મળશે 10 હજાર રૂપિયાનો લાભ!
👉🏻લોકોના ભલા માટે સરકારે અનેક યોજનાઓ બનાવી છે, જેમાં જોડાઈને લોકો સરકારની અનેક સેવાઓનો લાભ લઈ રહ્યા છે. આ યોજનાઓમાંની એક પ્રધાનમંત્રી જન ધન યોજના છે, જે સરકાર દ્વારા વર્ષ ૨૦૧૪ માં શરૂ કરવામાં આવી હતી. 👉🏻આ સ્કીમ દ્વારા દેશનો કોઈ પણ વ્યક્તિ બેંકમાં જઈને ઝીરો બેલેન્સ પર પોતાનું ખાતું ખોલાવી શકે છે, પરંતુ શું તમે જાણો છો કે સરકાર સમય-સમય પર પોતાની સ્કીમમાં ફેરફાર કરતી રહે છે. આ વખતે સરકારે તેની PMJDY યોજનામાં પણ કેટલાક ફેરફાર કર્યા છે. તમને જણાવી દઈએ કે જે પણ વ્યક્તિએ આ યોજના હેઠળ ખાતું ખોલાવ્યું છે, તે હવે તેના ખાતામાં ૧૦ હજાર રૂપિયા મેળવી શકશે. દરેકને મળશે ઓવરડ્રાફ્ટની સુવિધા - - 👉🏻 સરકારની આ યોજનામાં ખાતું ખોલાવવાની સૌથી સારી વિશેષતા એ છે કે તમે આમાં તમારા ખાતા પર ઓવરડ્રાફ્ટ માટે સરળતાથી અરજી કરી શકો છો. કોઈપણ ખાતાધારક આનો લાભ મેળવી શકે છે. હવે તમે વિચારતા હશો કે આ ઓવરડ્રાફ્ટ શું છે અને તે કેવી રીતે કામ કરે છે. આ એક પ્રકારની લોન છે, જે તમે તમારી સુવિધા અનુસાર ATM કાર્ડ અથવા UPIની મદદથી ઉપાડી શકો છો,પરંતુ એ પણ ધ્યાનમાં રાખો કે ઓવરડ્રાફ્ટ સુવિધામાં દરરોજ વ્યાજ ચૂકવવું પડે છે અને જો તમે ફરીથી OD માં પૈસા જમા કરો છો, તો તે પૈસા પર કોઈપણ પ્રકારનું વ્યાજ ચૂકવવું પડશે નહીં. ઓવરડ્રાફ્ટ પ્રક્રિયાની સુવિધા - 👉🏻આ સ્કીમમાં પહેલા બેંક ખાતાઓમાં માત્ર ૫ હજાર રૂપિયાના ઓવરડ્રાફ્ટની સુવિધા આપતી હતી, પરંતુ હવે લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેની રકમ વધારી દેવામાં આવી છે. આ વધારો ૫ હજાર રૂપિયાથી વધારીને ૧૦ હજાર રૂપિયા કરવામાં આવ્યો છે, પરંતુ તેનો ફાયદો તમને ત્યારે જ મળશે જ્યારે તમારું એકાઉન્ટના ૬ મહિના થઈ જશે. જો ૬ મહિના થયા નથી, તો તમને માત્ર ૨ હજાર રૂપિયામાં ઓવરડ્રાફ્ટની સુવિધા મળશે. આ રીતે ખુલશે ખાતું- 👉🏻જો તમે હજુ સુધી સરકારની આ યોજના હેઠળ તમારું ખાતું નથી ખોલાવ્યું તો આજે જ ખોલો. આ માટે તમારે વધુ મહેનત કરવાની જરૂર નથી. તમારી પાસે ફક્ત આધાર કાર્ડ, પાન કાર્ડ અને અન્ય જરૂરી દસ્તાવેજો હોવા જરૂરી છે. એક વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY)માં માત્ર ૧૦ વર્ષથી વધુ ઉંમરના બાળકો જ ખાતું ખોલાવી શકે છે. 👉🏻ખાતું ખોલાવ્યા પછી, ખાતાધારકને રૂપે ડેબિટ કાર્ડ આપવામાં આવે છે, જેમાં ઓછામાં ઓછા ૨ લાખ રૂપિયાના વીમા કવરની સુવિધા ઉપલબ્ધ છે અને આમાં તમને ૩૦ હજાર રૂપિયા સુધીનું જીવન વીમા કવર પણ આપવામાં આવે છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે અત્યાર સુધી દેશભરમાં કરોડો લોકો સરકારની આ યોજનામાં જોડાઈને લાભ મેળવી રહ્યા છે. સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
22
6
અન્ય લેખો