AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
છંટકાવ કરતી વખતે ઝેરને રોકવા માટેનાં પગલાં
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
છંટકાવ કરતી વખતે ઝેરને રોકવા માટેનાં પગલાં
કીટનાશકોનો છંટકાવ કરતી વખતે તે ઝેરી થવાતી કેટલાક ખેડૂતો યાવતમાલમાં જીવ ગુમાવ્યો હતો. તેના પાછળ ઘણા કારણો છે, તેમ છતાં કીટનાશકોના ઉપયોગ કરતી વખતે ખૂબ કાળજી રાખવી જરૂરી છે.
ઝેર પાછળનાં કારણો- • હાલમાં, વિદર્ભની આબોહવા ગરમ છે અને ત્યાં સૂર્યનો આકરો તાપ છે. ઘણા સ્થળોએ કપાસનું લીટીઓમાં વાવેતર કરવામાં આવ્યું છે, તેથી કપાસના છોડ 4 થી 6 ફુટ સુધી ઉગી ગયા છે. પાક ગીચ હોય એટલે, ત્યાં સારી હવાની અવર-જવર અને સૂર્ય પ્રકાશ નથી પરિણામે, પાકમાં આવાતાવરણ ચુસીયા જીવાત માટે યોગ્ય છે. ગાઢ કપાસના છોડમાં ચાલવું પણ મુશ્કેલ છે. તેથી કીટનાશકોનો છંટકાવ કરવો પણ ખુબ મુશ્કિલ બની જાય છે. • છંટકાવના દ્રાવણ નાક, ચામડી અને આંખોમાં પ્રવેશ કરી ઝેર ફેલાવે છે. • ગરમ અને ભેજવાળા વાતાવરણમાં છંટકાવ કરતી વખતે, શરીર પરસેવો અને કીટનાશક દ્રાવણને લીધે હંમેશા ભીનું હોય છે. • કેટલાક લોકો છંટકાવ માટનાે મજૂરો તરીકે કામ કરે છે. તેથી તેઓ હંમેશા કીટનાશકના સંપર્કમાં રહે છે. • ગાઢ કપાસમાં, પંપની લાન્સને સરળતાથી નીચે ખસેડી શકાતી નથી, તેથી સંભવ છે કે દ્રાવણના છાંટા ચહેરા પર ઉડેે અને ઝેર ફેલાવી શકે છે. • છંટકાવ કરવા માટે યોગ્ય પદ્ધતિનો ઉપયોગ થતો નથી જે ઝેર ફેલાવાની શક્યતા વધારે છે. (દા.ત. પવનની દિશા સામે છંટકાવ, ગરમ વાતાવરણમાં છંટકાવ, છંટકાવ કરતી વખતે તમાકુ મિશ્રણ કરવું. કીટનાશક વાપરતી વખતે સાવચેતી રાખવી- • પાકના પ્રારંભિક તબક્કામાં, 5% લીમડાનું અર્ક 5 મિલી/ લિટર પાણીમાં મિશ્રિત કરીને છંટકાવ કરો જેથી કીટના ઉપદ્રવમાં વધારો થશે નહીં. • છંટકાવ સવારે અથવા સાંજે કરવું જોઈએ. તે સમયે પવનની ગતિ ઓછી હોય તેથી દ્રાવણ શરીર પર પડતું નથી. • મજૂરો જે દ્રાવણનું વારંવાર છંટકાવ કરે છે, તેઓ એ સુરક્ષા ગિયર્સનો ઉપયોગ કરવો જોઈએ • જો માથાનો દુખાવો, ઉબકા અને ચક્કર જેવા લક્ષણો કીટનાશકના સંપર્કમાં આવ્યા પછી દેખાય તો તરત જ હોસ્પિટલમાં જવું જોઈએ. • માત્ર પ્રતિષ્ઠિત કંપનીઓના કીટનાશકો ખરીદવા જોઈએ. લેબલ ઉપરની માહિતી વાંચવી અને અનુસરવી જોઈએ. • કીટનાશકોને બાળકોથી દૂર રાખવા જોઈએ. • પ્લાસ્ટિકની બકેટમાં પાણી લો અને કીટનાશક જરૂર અને માપથી સૂચવેલ માત્ર મુજબ ભેળવો.. એક લાકડીના મદદ થી મિશ્રિત કરો અને અને જોઈતા વિસ્તાર માટે લાગતો છંટકાવનો દ્રાવણ બનાવો.
3
0