AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ચોળીમાં પચરંગીયા ના રોગ નું નિયંત્રણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ચોળીમાં પચરંગીયા ના રોગ નું નિયંત્રણ
🌱પાન પર અનિયમિત આકારનાં, છૂટા છવાયા પીળા રંગના ટપકાં દેખાય છે. 🌱જે સમય જતા કદમાં વધારો થવાથી એકબીજી સાથે ભેગા મળવાથી આખુ પાન પીળુ થયેલુ જોવા મળે છે. 🌱રોગિષ્ટ પાન જાડા અને કદમાં નાના હોય છે. 🌱છોડ પર નવી ફૂટતી કૂપણો સંપૂર્ણ પીળી તેમજ પાન નાના ટપકાંવાળા દેખાય છે. 🌱રોગિષ્ટ છોડમાં ઓછા ફૂલ બેસે છે. તેમજ શીંગો અને દાણાનું કદ નાનુ રહે છે. 🌱પાકમાં આ રોગથી ૮૦ થી ૧૦૦% જેટલું નુકસાન થઈ શકે છે. 🌱જે ખેતરમાં સફેદ માખીનો ઉપદ્રવ હોય ત્યાં આ રોગ વધુ જોવા મળે છે. 🌱રોગિષ્ટ છોડને ઉપાડીને નાશ કરવો. જેના નિયંત્રણ માટે એગ્રોઅર (ડાયમિથોએટ 30% EC ) 30 મિલી પ્રતિ પંપ છંટકાવ કરવો. 👍 સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
10
0