AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ચોમાસુ મકાઇ વાવી છે તો ઉગ્યા પછી પાન ખાનાર ઇયળો આવી શકે છે !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ચોમાસુ મકાઇ વાવી છે તો ઉગ્યા પછી પાન ખાનાર ઇયળો આવી શકે છે !
🌽 ચોમાસાના પ્રથમ ભારે વરસાદ પછી જમીનમાં રહેલા કાતરાના કોશેટામાંથી નીકળતી ફૂંદી શેઢા-પાળા ઉપર ઉગેલ નિંદામણ ઉપર ઇંડા મૂકશે. ઈંડામાંથી નીકળતી શરુઆતમાં નિંદામણ પર રહેશે અને જેવી મકાઇ ઉગીને બહાર આવશે કે તેના ઉપર હુમલો કરી ઉગતા છોડને નુકસાન કરશે. 🐛 દર વર્ષે જો કાતરાનો ઉપદ્રવ રહેતો હોય તો શેઢા-પાળા ચોખ્ખા રાખવા અથવા તેના ઉપર એકાદ ભારે દવાનો છંટકાવ કરી દેવો. ખેતરમાં એકાદ લાઇટ ટ્રેપ પણ મૂંકવું. નિયમિત ઉપદ્રવ આવતો હોય તો શેઢા-પાળા નજીક ખેતરની ચારે બાજુ ખાઇ બનાવી તેમાં કોઇ પણ ભૂકારુપી દવા ભભરાવી દેવી. તેમ છતા વધારે ઉપદ્રવ હોય તો જ અન્ય રાસાયણિક દવાનો ઉપયોગ કરવો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
6
1