AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ચોમાસુ મકાઇ વાવી છે તો ઉગ્યા પછી પાન ખાનાર ઇયળો આવી શકે છે !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ચોમાસુ મકાઇ વાવી છે તો ઉગ્યા પછી પાન ખાનાર ઇયળો આવી શકે છે !
ચોમાસાના પ્રથમ ભારે વરસાદ પછી જમીનમાં રહેલા કાતરાના કોશેટામાંથી નીકળતી ફૂંદી શેઢા-પાળા ઉપર ઉગેલ નિંદામણ ઉપર ઇંડા મૂકશે. ઈંડામાંથી નીકળતી શરુઆતમાં નિંદામણ પર રહેશે અને જેવી મકાઇ ઉગીને બહાર આવશે કે તેના ઉપર હુમલો કરી ઉગતા છોડને નુકસાન કરશે. દર વર્ષે જો કાતરાનો ઉપદ્રવ રહેતો હોય તો શેઢા-પાળા ચોખ્ખા રાખવા અથવા તેના ઉપર એકાદ ભારે દવાનો છંટકાવ કરી દેવો. ખેતરમાં એકાદ લાઇટ ટ્રેપ પણ મૂંકવું. નિયમિત ઉપદ્રવ આવતો હોય તો શેઢા-પાળા નજીક ખેતરની ચારે બાજુ ખાઇ બનાવી તેમાં કોઇ પણ ભૂકારુપી દવા ભભરાવી દેવી. તેમ છતા વધારે ઉપદ્રવ હોય તો જ અન્ય રાસાયણિક દવાનો ઉપયોગ કરવો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
8
2
અન્ય લેખો