AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ચોમાસુ તુવેર ની ખેતી પદ્ધતિ !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
ચોમાસુ તુવેર ની ખેતી પદ્ધતિ !
વાવણી સમય : ➡️ દરેક પાક ની વાવણી સમયસરકરવી ખૂબ જ જરૂરી છે. ➡️ ખરીફ ઋતુમાં જૂન - જુલાઈ મહિનામાં વાવણીલાયક વરસાદ થતાં વાવેતર કરી દેવું. ➡️ તુવેરની શીંગમાખીના ઉપદ્રવથી બચવા માટે મોડી વાવણી ટાળવી જોઈએ. બીજ અને જાત પસંદગી : ➡️ તુવેરની જાતોમાં શાકભાજી માટે ગુજરાત તુવેર -૧ અને એવીપીપી -૧ , વહેલી પાકતી જાતો ગુજરાત તુવેર -૧૦૧, ગુજરાત તુવેર -૧૦૩, મધ્યમ મોડી પાકતી જાતો વૈશાલી જેવી મુખ્ય જાત, તથા હાયબ્રિડ જાતમાં યશોદા વર્જિન ની પસંદગી કરીને વાવેતર કરવું. બીજમાવજત : ➡️ રાઈઝોબિયમ અને પીએસબી ( ફોસ્ફરસ સોલ્યુબલાઈજીંગ બેક્ટરીયા ) જૈવિક ખાતરો છે જેના ઉપયોગથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય છે. ➡️ તુવેરના પાક માટે ભલામણ કરવામાં આવેલ રાઈઝોબિયમ અને પીએસબી કલ્યરનો પટ આપવો. ➡️ પટ આપવા માટે 8 થી 10 કિ.ગ્રા. બિયારણ માટે 250 ગ્રામના એક પેકેટની જરૂરિયાત રહે છે ( ૩૦ ગ્રામ પ્રતિ કિ.ગ્રા. બીજ ). ➡️ માવજત આપ્યા બાદ બીજને છાંયડામાં સૂકવણી કર્યા બાદ વાવણી કરવી. 👉 ડાંગર ની 'શ્રી' પધ્ધતિમાં શું કરવુ અને શું ન કરવુ જાણવા માટે 👉ulink://android.agrostar.in/articleDetail?articleId=Article_20210607_GJ_ARTICLE_1PM&latestArticle=false&otherArticlesAvailable=false ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
18
11