AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ચોમાસુ તલ ની ખેતી પદ્ધતિ !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ચોમાસુ તલ ની ખેતી પદ્ધતિ !
👉 ચોમાસુ પાક માટે જૂન માસના બીજા પખવાડીયાથી જુલાઈ માસના પ્રથમ પખવાડીયામાં વાવણીલાયક વરસાદ થયે બે હાર વચ્ચે 45 થી 60 સેમી.નું અંતર રાખી વાવેતર કરવું. ➡️ તલનો દાણો જીણો હોય તેમાં જીણી રેતી ભેળવી ઓટોમેટીક વાવણીયાનો ઉપયોગ કરી વાવેતર કરવું. 👉 વાવણી બાદ બે અઠવાડીયે બે છોડ વચ્ચે ૧૦ સે.મી. અંતર રાખી તલની પારવણી કરવી. પારવણી સમયે રોગીષ્ઠ કે નબળા જણાતા છોડ પ્રથમ દુર કરવા. ➡️ બીજનો દર અને માવજત એક હેકટરના વાવેતર માટે ૨.૫ થી ૩ કિ.ગ્રા. બિયારણ પૂરતું છે. 👉 આ ઉપરાંત એઝેટોબેકટર અને ફોસ્ફોબેકટેરીયા જેવા જૈવિક ખાતરનો 125 ગ્રામ / કિ.ગ્રા. બીજ પ્રમાણે પટ આપવો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
22
9
અન્ય લેખો