AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ચોમાસું મકાઈ કરવાના હો તો આ બીજની માવજત ભૂલતા નહિ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ચોમાસું મકાઈ કરવાના હો તો આ બીજની માવજત ભૂલતા નહિ !
👉 સામાન્યરીતે મકાઇ ઉગ્યા પછી ગાભામારાની ઇયળનો ઉપદ્રવ આવતો હોય છે. 👉 આ ઇયળ છોડની ભૂંગળીમાં રહીને નુકસાન કરતી હોવાથી નીકળતા પાન ઉપર સમાંતર કાણાં પડેલા દેખાય છે. 👉 નુકસાનથી વચ્ચેની દાંડી સુકાઇ (ડેડ હાર્ટ) જઇ છોડ શરુઆતની અવસ્થાએ જ મરવા માંડે છે. 👉 આ જીવાતથી બચવા માટે વાવતા પહેલા થાયોમેથોક્ષામ ૭૦ ડબલ્યુએસ દવા ૩ થી ૪ ગ્રામ પ્રતિ કિ.ગ્રા. બીજ પ્રમાણે માવજત આપી વાવણી કરવી. 👉 જો આપ સર્ટીફાઇડ બિયારણ ખરીદતા હો તો તેમાં આ દવાની માવજત આપેલ છે કે કેમ તે તપાસી લેવી અને ન આપેલ હોય તો અવશ્ય માવજત આપવી. 👉 ગાભમારાની ઇયળ ઉપરાંત આ માવજતથી થોડે ઘણે અંશે ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળ સામે પણ રક્ષણ મળે છે. 👉 માવજત આપ્યા પછી પણ ગાભમારાની ઇયળથી નુકસાન દેખાય તો તેવા છોડ કાઢી નાશ કરવા અને થાયોમેથોક્ષામ ૧૨.૬% + લેમડા સાયહેલોથ્રિન ૯.૫૦% ઝેડસી દવા ૩ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
13
6