AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ચોમાસામાં કેળના ખેડૂતો સતર્ક રહે, મોલો માટે !!
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ચોમાસામાં કેળના ખેડૂતો સતર્ક રહે, મોલો માટે !!
👉આ જીવાત જુલાઇ થી સપ્ટેમ્બર દરમ્યાન અનૂંકુળ વાતાવરણ મળવાને લીધે સવિશેષ રહે છે. જીવાત રસ તો ચૂંસે જ છે પરંતું તેના કરતા વધારે નુકસાન કેળમાં આવતો બંચી ટોપ અને મોઝેક રોગનો ફેલાવી (રોગ વાહક) આખી વાડીને નુકસાન કરી શકે છે. આ જીવાતનું પ્રમાણ પીલા ઉપર વધાર રહેતું હોવાથી નિયમિત પીલા કાઢીને નાશ કરવા. રોગીષ્ઠ છોડોને મૂળ સહિત ઉપાડી લઈ નાશ કરી દેવા કે જેથી અન્ય છોડને બચાવી શકાય. કેળની વાડી નજીક જો અળવીની ખેતી કરેલ હોય તો આ જીવાત આવવાની શક્યતા વધી જતી હોય છે. 👉 ઉપદ્ર્વની શરુઆતે લીમડા આધારિત તૈયાર દવા ૧૦ મિલિ (૧૦૦૦૦ પીપીએમ- ૧% ઈસી) થી ૪૦ મિલિ (૧૫૦૦ પીપીએમ- ૦.૧૫% ઈસી) અથવા વર્ટીસિલીયમ લેકાની નામની રોગપ્રેરક ફૂગ ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી સાંજના સમયે છંટકાવ કરવો. વધુ ઉપદ્રવ જણાય ત્યારે ડાયમિથોએટ ૩૦ ઈસી ૨૦ મિલિ અથવા મિથાઇલ ઓ ડેમેટોન ૨૫ ઇસી ૨૦ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી પીલા અને ઉપદ્રવિત ભાગો પર છંટકાવ કરવો. સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
9
2
અન્ય લેખો