AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ચોમાસાના વરસાદે ખેતીમાં લાવ્યો જીવ !
કૃષિ વાર્તાદ ઇકોનોમિક ટાઈમ્સ
ચોમાસાના વરસાદે ખેતીમાં લાવ્યો જીવ !
ચોમાસાના વરસાદમાં ઝડપી ખેતીની અનુકૂળ સ્થિતિ ઉભી થઈ છે. જળાશયોમાં પૂરતા પાણી ભરેલા છે, ખરીફ પાકની વાવણીએ જોર પકડ્યું છે. નિષ્ણાંતો કહે છે કે આ વર્ષે અનાજનું વિક્રમી ઉત્પાદન થઈ શકે છે. જળાશયોમાં છેલ્લા 10 વર્ષની સરેરાશ તુલનામાં જળાશયો 25% વધુ પાણીથી ભરાયા છે. છેલ્લા 30 દિવસમાં વાવણીમાં થયેલા ઘટાડાની ભરપાઈ હવે કરવામાં આવી રહી છે. ડાંગરની વાવણીની કમી પણ ઓગસ્ટના અંત સુધીમાં દૂર થઈ જશે.પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં ઓગસ્ટ સુધી ડાંગરનું વાવેતર થાય છે. કૃષિ મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, તેલીબિયાંનું વાવેતર પાછલા વર્ષ જેટલું જ છે, કપાસની વાવણી 5.6 ટકા વધારે છે, જ્યારે કઠોળ અને બરછટ અનાજની વાવણીમાં 3.5 ટકાનો ઘટાડો થયો છે. ડાંગરની વાવણીમાં 11 ટકાનો ઘટાડો થયો છે. આ વરસાદ માત્ર ખરીફ પાક માટે ફાયદાકારક નથી પરંતુ રવી પાકને પણ તેનો ફાયદો થશે. જળાશયોમાં પાણીની સપાટી ખૂબ સારી છે. ભૂગર્ભજળનું સ્તર પણ વધ્યું છે. સારો ચોમાસાનો વરસાદ, ખાસ કરીને મોસમના અંતે, રવિ પાક માટે પણ સારો માનવામાં આવે છે. તેનાથી જમીનમાં ભેજનું પ્રમાણ વધે છે. સંદર્ભ- ઇકોનોમિક ટાઇમ્સ, 17 ઓગસ્ટ 2019
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
64
0
અન્ય લેખો